1. Home
  2. Tag "SUPRIME COURT"

CAA કાયદાના વિરોધમાં મુસ્લિમ સંગઠને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) લાગુ થયાના બીજા જ જિવસે મુસ્લિમ સંગઠને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે. મંગળવારે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) અ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ) દ્વારા રજુઆત કરવામાં આવી છે કે, આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ યુક્ત છે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની […]

માનહાની કેસમાં અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, ફરિયાદી સમક્ષ માફી માંગશે

નવી દિલ્હીઃ માનહાનિના એક કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરિયાદીની માફી માંગવા નિર્દેશ કર્યો છે. અરવિંદ કેજરીવાલે અગાઉ સ્વીકાર્યું હતું કે યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયોને રીટ્વીટ કરવો તેની ભૂલ હતી. કોર્ટે કહ્યું કે, ફરિયાદીએ વિચારવું જોઈએ કે તે આ માફી સ્વીકારે છે કે નહીં. અમે 13 મેના રોજ વધુ સુનાવણી કરીશું. પ્રાપ્ત માહિતી […]

PFIને હવે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો, પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા‘ (PFI) પર કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની પુષ્ટિ કરતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલના આદેશ સામે પીએફઆઈ પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરે તે યોગ્ય રહેશે. પીએફઆઈ તરફથી હાજર રહેલા […]

CM શિંદે અને ઠાકરે જૂથના રાજકીય વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના 7 ન્યાયમૂર્તિઓની બેંચ સુનવણી કરશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો મામલો સાત જજોની મોટી બેંચને મોકલી આપ્યો છે. 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આજે આ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મહારાષ્ટ્રમાં રાજકીય […]

દેશના 28 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 413 વિશિષ્ટ પોસ્કો કોર્ટ કાર્યરત

નવી દિલ્હીઃ કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ (FTC)ની સ્થાપના અને તેની કામગીરી રાજ્ય સરકારોના ક્ષેત્રમાં આવે છે જેમણે તેમની જરૂરિયાતો અને સંસાધનો અનુસાર, સંબંધિત ઉચ્ચ અદાલતો સાથે પરામર્શ કરીને આવી અદાલતોની સ્થાપના કરી હતી. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 2017 પછી 242 […]

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કામ કોર્ટનું નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. દરમિયાન કોર્ટે આ અરજી ઉપર નિર્ણય લેવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે, આ પ્રકારની બાબતોનો નિર્ણય લેવાનું કામ કોર્ટ નથી. કેસની હકીકત અનુસાર, દેશમાં ગૌવંશની સુરક્ષા માટે કેન્દ્ર તથા વિવિધ રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં ગૌ […]

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતેને મુખ્ય ન્યામૂર્તિ તરીકેના શપથ ગ્રહણ કર્યાં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતે દેશના 49મા મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મૂએ તેમને શપથ અપાવ્યા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય પ્રધાનો તેમજ સુપ્રીમ કોર્ટના જજ ઉપસ્થિત રહ્યા. ઉદય ઉમેશ લલિતનો મુખ્ય ન્યાયાધિશ તરીકેનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી રહેશે. ન્યાયમૂર્તિ […]

ગુજરાતમાં 2002ના કોમી તોફાનોનું મુખ્ય કારણ ગોધરા હત્યાકાંડઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગુજરાતમાં 2002માં થયેલા કોમી તોફાનોના કેસમાં નરેન્દ્ર મોદી સામે કરેલી પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીના પત્ની જાકીયા ઝાફરીની અરજી ફગાવીને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ આપી છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,  વર્ષો સુધી મોદીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી […]

પટણામાં 200 જૂની કલેક્ટર કચેરીની ઈમારતને તોડી પાડવા કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં આવેલી 200 વર્ષ જૂની કલેક્ટર કચેરીની ઇમારતને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતે ઇમારતને તોડી પાડવાની મંજૂરી આપતા કહ્યું કે, દરેક વસાહતી ઇમારતને સુરક્ષિત કરવાની જરૂર નથી. આ ઈમારતનો ઉપયોગ એક સમયે અંગ્રેજો દ્વારા અફીણ અને મીઠાના સંગ્રહ માટે વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. બિહાર સરકાર જૂની […]

જહાંગીરપુરી હિંસાઃ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સુપ્રીમ કોર્ટે અટકાવી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા આજે આરોપીઓના ગેરકાયદે દબાણ દૂર દરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અટકાવી હતી. તેમજ સ્થિતિ જાળવી રાખવા નિર્દેશ કર્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોર્ટના આદેશ છતા દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત રાખવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code