Site icon Revoi.in

બિહારઃ વલસાડ એક્સપ્રેસમાં આગ બાદ બ્લાસ્ટ, RPF કોન્સ્ટેબલનું મોત

Social Share

પટણાઃ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન ઉપર વલસાડ એક્સપ્રેસની એક બોગીમાં બ્લાસ્ટ થતા એસઆરપી જવાનું મોત થયું હતું. બોગીમાં શોર્ટ સરકીટથી આગ લાગી હતી. આરપીએફની ટીમ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ વિનોક કુમાર નાનુ ફાયર સિલેન્ડર લઈને આગ ઓલવવાની કોશિશ કરી રહ્યાં હતા. આ દરમિયાન ફાયર સિલેન્ટર બ્લાસ્ટ થયું હતું. આ દૂર્ઘટનામાં વિનોદ કુમારનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનાતા વિનોદ કુમારને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ એક્સપ્રેસ સોમવારે સવારે મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન આવી હતી. દરમિયાન બોગી નંબર એસ-8માં અચાનક આગ લાગી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા થતા સ્થાનિક રેલવે અધિકારી-કર્મચારીઓ અને એસઆરપી જવાન વિનોદ કુમાર સ્થળ પર દોડી ગયા હતા. તેમજ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં હતા. વિનોદ કુમારે ફાયર સિલેન્ડરની મદદથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યાં હતા. એક ફાયર સિલેન્ડર ખતમ થવા છતા આગ કાબુ મેળવવા માટે બીજુ ફાયર સિલેન્ડર લીધું હતું. સિલેન્ડરનું લોક જેવુ ખોલ્યું કે તેમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. જો કે, ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. એસઆરપી જવાનના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. આરપીએફના જણાવ્યા અનુસાર કોન્સ્ટેબલ વિનોદ કુમાર આરા નગર વિસ્તારનો રહેવાસી હતો. બે વર્ષથી મુઝફ્ફરપુર આરપીએફ પોસ્ટમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. ટીમે તેના પરિવારને જાણ કરી છે.