Site icon Revoi.in

વિપક્ષી એકતાના ‘ઈન્ડિયા’ નામથી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર નારાજ

Social Share

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ એકસાથે એકત્ર થઈ રહ્યાં છે. બીજી તરફ ભાજપાની આગેવાનીમાં એનડીએને ફરીથી વધારે મજબુત કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા(ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવેશી ગઠબંધન) નામથી ગઠબંધન બનાવ્યું છે. વિપક્ષી ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવા મામલે નીતિશકુમાર નારાજ હોવાનું જાણવા મળે છે. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનમાં નીતિશકુમારને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, બેંગ્લોરમાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ગઠબંધનનું નામ ઈન્ડિયાઆપવા માટે સૂચન કર્યું હતું. આ બેઠકમાં 26 પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. ઈન્ડિયા નામ પસંદ કરવામાં આવ્યું ત્યારે નીતિશકુમારે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એકતા ગઠબંધનનું નામ ઈન્ડિયા (ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવેશી ગઠબંધન) રાખવા પર ખુશ ન હતા. I.N.D.I.A નામમાં એનડીએ (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન) શબ્દનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિતના વિપક્ષી પાર્ટીઓ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, કોંગ્રેસને સત્તાની કોઈ લાલચ નથી.