1. Home
  2. Tag "NITISH KUMAR"

મહાગઠબંધનવાળી સરકારના કોઈ વિભાગમાં ગડબડી થઈ હશે તો કાર્યવાહી કરાશેઃ નીતિશ કુમાર

પટણાઃ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નીતિશ કુમારને મહાગઠબંધનના દરવાજા ખુલ્લા હોવાની ઓફર બાદ બિહારના રાજકારણમાં ગરમાયું છે. દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટતા કરી છે કે, જેને જે કહેવું હોય તે કહેવા દો, તેનાથી મારે કોઈ લેવા નથી. અમે ફરીથી એનડીએમાં છીએ અને અહીં જ રહીને બિહારનો વિકાસ કરીશું. ભારત રત્ન કર્પૂરી ઠાકુરની પૂણ્યતિથિ […]

નીતિશ કુમાર વિશ્વાસનીયતા ગુમાવી ચુક્યાં છેઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં ઉતાર-ચડાવ વચ્ચે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે, નીતીશ કુમારે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. આ માટે તેમના નિર્ણયો અને તે પોતે જવાબદાર છે. જેડીયુ અને તેના નેતાઓના કરતુતોને કારણે વિપક્ષ માટે નવી આશા બની ગયેલું I.N.D.I.A. જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે આખા દેશમાં એકલા હાથે ચૂંટણી […]

બિહારમાં નીતિશકુમાર ફરીવાર ભાજપ તરફ ઢળતા રાજકીય ગરમાવો, NDAનો ભાગ બનશે

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કૂમાર અને તેમનો જેડીયુ પક્ષ ફરીવાર આરજેડી અને કોંગ્રેસ સાથે છૂટાછેડા લઈને ભાજપ સાથે ગઠબંધન કરી રહ્યો હોવાથી બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવા રચાયેલા સમીકરણોમાં બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરી બિહારમાં સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજવાની અટકળો પણ ચાલી રહી છે. બીજીબાજુ નીતિશને […]

બિહારમાં જેડીયુ-ભાજપની દોસ્તી પાકી, રવિવારે સીએમ પદના શપથ લેશે નીતિશ કુમાર: સૂત્ર

નવી દિલ્હી: જેડીયુના વરિષ્ઠ નેતા નીતિશ કુમાર સાતમી વખત રવિવારે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ લેશે. ભાજપની સાથે તેમની દોસ્તી પાકી થઈ ગઈ છે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જાણકારી આપવામાં આવી છે કે જૂની ફોર્મ્યુલા પર જ નવી સરકારની રચના થશે. નવી સરકારમાં ભાજપ કોટામાંથી બે નાયબ મુખ્યમંત્રીઓ સામેલ કરી શકાય છે. મહત્વપૂર્ણ છે કે સુશીલ […]

નીતિશ કુમારે પીએમ મોદીને કહ્યુ થેન્ક યૂ, બિહારની રાજનીતિમાં ખળભળાટ

પટના: કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવા પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક્યૂ કહ્યુ છે. તેમણે પોતાની સોશયલ મીડિયા પોસ્ટને એડિટ કરી અને વડાપ્રધાનને ધન્યવાદ આપ્યા છે. મંગળવારે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરેલી સોશયલ મીડિયા પોસ્ટમાં આને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયને સારો ગણાવ્યો […]

બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારતરત્ન મળશે, વિપક્ષનું ઓબીસી કાર્ડ થશે ‘ફેલ’

નવી દિલ્હી :બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને તેમની જન્મશતાબ્દીની પૂર્વ સંધ્યાએ ભારતરત્ન આપવાની ઘોષણા કરવામાં આવી. કર્પૂરી ઠાકુરને પછાત વર્ગોના મસીહા કહેવામાં આવે છે. કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં ઘણાં ચર્ચિત છે અને તેમના રાજકીય વારસાને લઈને પણ ઘણાં દાવા-પ્રતિદાવાઓ થતા રહે છે. કર્પૂરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. તેઓ બિહારના બે વખત મુખ્યમંત્રી બન્યા […]

જિતનરામ માંઝીની રાજકીય આગાહી: નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી શક્યતા, 14 જાન્યુઆરી બાદ કંઈપણ થઈ શકે છે

નવી દિલ્હી: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેમણે પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. માંઝીનો દાવો છે કે નીતિશ કુમાર કોઈપણ સમયે પલટી મારી શકે છે. નીતિશ કુમારને ભાજપના આમંત્રણનો ઈન્તજાર છે. ભાજપ જો આજે બોલાવે છે, તો નીતિશ કુમાર જવા માટે તૈયાર થઈ જશે. […]

જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે આપ્યું રાજીનામું, નીતિશ કુમાર સંભાળશે કમાન

નવી દિલ્હીઃ જેડીયુના રાષ્ટ્રીય અધિકારીઓની આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે અધ્યક્ષ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે બેઠકમાં અધ્યક્ષ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે પાર્ટીની કમાન સંભાળી શકે છે. લાલન સિંહે રાજીનામાનું આપવાનું કારણ પણ જણાવ્યું હતું. […]

કોંગ્રેસનું હાલ I.N.D.I.A ગઠબંધન ઉપર ધ્યાન નથી, નીતિશ કુમારે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ શરુઆત કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. આ ગઠબંધનનું નામ I.N.D.I.A રાખવામાં આવ્યું છે. જો કે, આ ગઠબંધનમાં બધુ બરાબર નહીં હોવાના રાજકીય પંડિતો દ્વારા દાવા કરવામાં આવી […]

વિપક્ષી એકતાના ‘ઈન્ડિયા’ નામથી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર નારાજ

ઈન્ડિયા નામમાં એનડીએ ના સમાવેશથી નીતિશ નારાજ નીતિશ કુમારને મહત્વની જવાબદારી સોંપાશે નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ એકસાથે એકત્ર થઈ રહ્યાં છે. બીજી તરફ ભાજપાની આગેવાનીમાં એનડીએને ફરીથી વધારે મજબુત કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ ‘ઈન્ડિયા’(ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવેશી ગઠબંધન) નામથી ગઠબંધન બનાવ્યું છે. વિપક્ષી ગઠબંધનનું નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code