Site icon Revoi.in

બિહાર: 160 ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહી, નીતિશ કુમારે રાજીનામું આપ્યું

Social Share

9 ઓગસ્ટ,પટના:બિહારમાં સર્જાયેલી કટોકટી હવે નિર્ણાયક અંત ભણી જઇ રહી છે અને એનડીએમાંથી જનતાદળ-યુ ગમે તે ઘડીએ છેડો ફાડીને નવી સરકાર રચવા માટે આગળ વધશે. હાલ જનતાદળ-યુના ધારાસભ્યો અને સાંસદોની બેઠક ચાલી રહી છે અને ટોચના સુત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી નિતીશકુમાર બપોરે 1.30 કલાકે રાજ્યપાલને મળવા જઇ રહયા હતા અને તેમાં તેમની સરકારના ભારતીય જનતા પક્ષના ક્વોટાના 18 મંત્રીઓને બરખાસ્ત કરવાની ભલામણ કરી શકે છે.

બીજી તરફ હાલ પટણામાં ભાજપના ધારાસભ્યોની પણ એક બેઠક ચાલી રહી છે અને હવે નિતીશકુમાર રાજ્યપાલને મળી શું જાહેરાત કરે છે તે બાદ ભાજપ એકશનમાં આવશે. એક તબક્કે ભાજપના કવોટાના મંત્રીઓ અગાઉથી રાજીનામુ આપશે તેવા સંકેત હતા પરંતુ બિહારના ઉદ્યોગમંત્રી શાહનવાઝ હુસેને પોતે હજુ મંત્રી છે તેવું વિધાન કરીને સસ્પેન્સ વધાર્યું છે.

માનવામાં આવે છે કે જે રીતે ભાજપ લાંબા સમયથી નિતીશકુમાર સરકારને મહારાષ્ટ્રમાં શિવસેના ફોર્મ્યુલાની જેમ ઉથલાવાની તૈયારીમાં હતા તેમાં નિતીશકુમારે પ્રથમ ઘા કરી લીધો હોવાનું મનાય છે.