Site icon Revoi.in

200 કરોડ રસીના ડોઝની ઉપલબ્ધિ પર બિલ ગેટ્સે ભારતના વખાણ કર્યા – PM મોદીને આપી શુભેચ્છા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત ભારતે 200 કરોડનો આકંડો સ્પર્શ કરી લીધો છે જેની વિશ્વભરમાં ખૂબ પ્રસંશાઓ થઈ રહી છે.ભારતની આ ઉપલબ્ધિ વિશે માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે પણ ભારતની પ્રસંશા કરી છે અને દેશના પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠ્વ્યા છે.

આ સાથે જ ભારત પોતાની વસ્તીને બે અબજથી વધુ ડોઝ આપનારો બીજો દેશ બની ગયો છે. અત્યાર સુધી, ભારત કરતાં ચીનમાં કોરોના રસીના વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં, 12-14 વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022 ના રોજ શરૂ થયું હતું. અત્યાર સુધીમાં 3.80 કરોડથી વધુકિશોરોને 9 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે, 10મી એપ્રિલ, 2022ના રોજ 18-59 વર્ષની વય જૂથ માટે પ્રી-કન્સેપ્શન ડોઝ પણ શરૂ કરવામાં આવ્યો હતો.

ભાપરકની આ ઉપલબ્ધિ વિશે બિલ ગેટ્સે ટ્વિટ કર્યું છે કે  કોરોનાની અસરને ઘટાડવા માટે ભારતીય વેક્સિન નિર્માતાઓ અને સરકાર સાથે સતત ભાગીદારી બદલ આભાર. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક એ બુધવારે ટ્વીટ કર્યું હતું,

 “200 કરોડ રસીકરણના બીજા માઇલસ્ટોન પર નરેન્દ્ર મોદીને અભિનંદન. અમે કોરોનાની અસરને ઓછી કરવા માટે ભારતીય રસી નિર્માતાઓ અને ભારત સરકાર સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીએ છીએ. બદલ આભારી છીએ.”

ઉલ્લેખનીય છે કે 200 કરોડના રસીનો આંકડો પાર કરવા બદલ પીએમ  મોદીએ પમ ટ્વિટ કરીને તમામ ભારતીયોને અભિનંદન પાઠવ્યા હતા.અને કહ્યું હતું કે  ભારતના રસીકરણ અભિયાનને અનન્ય બનાવવામાં યોગદાન આપનારાઓ પર ગર્વ છે.