Site icon Revoi.in

બિસલેરી બની શકે છે હવે ટાટા ગ્રુપની : દેશની સૌથી મોટી પેકેજ્ડ વોટર બોટલ કંપની રૂ. 7000 કરોડમાં વેચાઈ શકે છે.

Social Share

મુંબઈ: જાણકાર સૂત્રો મુજબ, જાણીતા ઉદ્યોગપતિ રમેશ ચૌહાણે ગુરુવારે જણાવ્યું છે કે તેઓ તેમના બોટલ્ડ વોટર બિઝનેસ ‘બિસલેરી ઇન્ટરનેશનલ’ માટે ખરીદનારની શોધમાં છે અને તેઓ આ અંગે  ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ સહિત અનેક કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

ભારતના બોટલ્ડ વોટર બિઝનેસના અગ્રણી 82 વર્ષીય ઉદ્યોગપતિએ જો કે એ વાતને નકારી છે કે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) સાથે રૂ. 7,000 કરોડનો સોદો કરી લીધો છે. તેમણે આ બિઝનેસ વેચવા અંગેની વાતે જણાવ્યું હતું કે તેઓ બિસલેરીનો બિઝનેસ વેચવા જઈ રહ્યા છે. જો કે તેઓ અન્ય ગ્રુપો સાથે પણ આ અંગે વાટાઘાટ કરી રહ્યા છે. બિસ્લેરી બિઝનેસ વેચવા પાછળના કારણોમાં તેમણે જણાવ્યું કે હકીકતે, તેમની પુત્રી જયંતિને બિઝનેસ સંભાળવામાં રસ નથી. બિસ્લેરી ઇન્ટરનેશનલના પ્રવક્તાએ બાદમાં મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું કે  ” હજી આ વેચાણ વિષે ફક્ત અમારી વાત ચાલી રહી છે, એનાથી વધારે વિગતો અમે તમને હાલમાં આપી શકીએ તેમ નથી. “ચૌહાણે ત્રણ દશક પહેલાં 1993માં થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ, સિટ્રા, માઝા અને લિમ્કા જેવી બ્રાન્ડ્સ અમેરિકી કંપની કોલાને વેચી હતી. ત્યારબાદ, ચૌહાણે 2016માં ફરીથી સોફ્ટ ડ્રિંક બિઝનેસમાં પ્રવેશ કર્યો, પરંતુ તેમની પ્રોડક્ટ ‘બિસલેરી પૉપ’ને ધારી સફળતા મળી ન હતી.

(ફોટો: ફાઈલ)