Site icon Revoi.in

પશ્ચિમ બંગાળના મતદારોમાં ઘુસણખોરોનો ઉમેરો થયાનો ભાજપનો આક્ષેપ

Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ પાગી રહ્યાં છે. બીજી તરફ ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બંગાળના મતદારોમાં 5 લાખ રોહિંગ્યાના નામ ઉમેરી દેવા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે.

ભાજપના બંગાળ અધ્યક્ષ દિલિપ ઘોષે જણાવ્યું હતુ કે, લોકો હવે ટીએમસીથી છુટકારો મેળવવા માંગે છે અને એટલે અમારી પાસે આવી રહ્યા છે.ટીએમસીના લોકોને સત્તા ગુમાવવાની ચિંતા છે એટલે તેઓ ભાજપના કાર્યકરો પર હુમલા કરી રહ્યા છે. દરમિયાન ભાજપે કહ્યું હતું કે, મતદારોમાં ઘૂસણખોરોના નામ પણ સામેલ છે.પશ્ચિમ બંગાળની સરહદનો ઉપયોગ કરીને ઘૂસણખોરો અને રોહિંગ્યા પ્રવેશ કરી રહ્યા છે. દેશને અસુરક્ષિત બનાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની એક ટીમ કોલકાતા આવશે. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનરનો પણ સમાવેશ થાય છે. આ ટીમ ત્રણ દિવસ સુધી રાજ્યમાં રહીને સ્થિતિની સમીક્ષા કરશે. ચૂંટણી પંચ દ્વારા પણ પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પણ અત્યારથી જ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.