Site icon Revoi.in

બીજેપી એ દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો માટે પ્રભારીઓના નામની યાદી કરી જાહેર

Social Share

દિલ્હી- ભારતીય જનતા પાર્ટી દરેક મોર્ચે પોતાની જીતની તૈયારીઓમાં છે, આવનારી વિઘાનસભાની ચૂંટણીને લઈને કમર કસી રહી છે. આવી સ્થિતિમાં હવે બીજેપી એ દિલ્હીની તમામે તમામ 7 લોકસભા બેઠકો માટે પોતાની પાર્ટીના પ્રભારીઓના નામની યાદી કરી જાહેર કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં હેટ્રિક બનાવવા માટે મોટી રણનીતિ બનાવી લીઘી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો જીતવા માટે, દિલ્હી ભાજપે શુક્રવારે પ્રભારીઓના નામની જાહેરાત કરી છે.

આ માટે પાર્ટીએ આ જવાબદારી એવા વરિષ્ઠ નેતાઓને સોંપી છે જે તમામ સાત બેઠકો જીતવાની શક્તિ ધરાવે છે. આ સાથે ભાજપે જિલ્લા અને મોરચાના પ્રભારીઓની પણ જાહેરાત કરી છે.ભાજપે જે નેતાઓને લોકસભા ચૂંટણીના પ્રભારીની જવાબદારી સોંપી છે, તેઓને સંગઠનનો વિસ્તાર કરવાનો અને સંગઠનને મજબૂત કરવાનો લાંબો અનુભવ છે.

બીજેપીએ  નવી દિલ્હી લોકસભામાં પૂર્વ મહાસચિવ અને પ્રદેશ ઉપાધ્યક્ષ દિનેશ પ્રતાપ સિંહને નવી દિલ્હી લોકસભા મતવિસ્તારના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. એ જ રીતે, ભૂતપૂર્વ મેયરની સાથે, બે વખતના પ્રદેશ મહાસચિવ હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સહીત પૂર્વ મેયર પ્રદેશ ભાજપ મહાસચિવ યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર-પશ્ચિમ લોકસભા, કમલજીત સેહરાવતને કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ઉપાધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રી રાજેશ ભાટિયાને ચાંદની ચોક, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ રાજીવ રાજુભાઈને કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ સહીત બબ્બરને દક્ષિણ દિલ્હી લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે જય પ્રકાશ કે જેઓ ભૂતપૂર્વ મેયર તેમજ પ્રદેશ મહાસચિવ હતા, તેમને પશ્ચિમ દિલ્હી લોકસભા મતવિસ્તારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રાજધાનીમાં ભાજપના ઉપાધ્યક્ષ બનેલા કપિલ મિશ્રાને કેશવપુરમ જિલ્લાના સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં પરત ફરેલા રાજકુમાર બલ્લાનને કિસાન મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે.

Exit mobile version