Site icon Revoi.in

દિલ્હીમાં બીજેપીના નેતાની ઘરની બહાર ગોળી મારીને હત્યા

Social Share

દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં હત્યાઓના બનાવો વધી રહ્યા છે ત્યારે વિતેલી  બુધવારે રાત્રે 8.15 કલાકે રાતે જીતુ ચૌધરીનામના બીજેપી નેતાની હત્યા કરવામાં આવી હતી, મળતી જાણકારી પ્રમાણે ભાજપના જિલ્લા મંત્રી જીતુ ચૌધરીની અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. બદમાશોએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો જ્યારે જીતુ ચૌધરી મયુર વિહાર ફેઝ 3 સ્થિત તેના આવાસમાંથી બહાર આવી રહ્યા હતા.

આ હુમલો બાઈક સવાર દ્રારા કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ઘરની બહાર તેમના પર પાંચ ગોળીઓ એક સાથે ચલાવી હતી. એક ગોળી તેમના માથાના ભાગમાં વાગી હતી બીજી પેચમાં પણ વાગી હતી ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને નોઈડાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે મિલકત વિવાદની આશંકા વ્યક્ત કરી છે હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

બાગપત યુપીનો રહેવાસી, જીતુ તેની પત્ની અને પંદર અને અગિયાર વર્ષના બે પુત્રો સાથે મયુર વિહાર ફેઝ 3 પોકેટ સી વનમાં રહેતો હતો. તેમનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય હતો. તેઓ ભાજપના જિલ્લા સંગઠનમાં મહામંત્રી હતા.પોસીલ પ્રાથમિક તપાસમાં પ્રોપર્ટીમો મામલો હોવાનું જણાવી રહી છે જો કે વધુ વિગત તપાસ બાદ સામે આવી શકે છે.

Exit mobile version