Site icon Revoi.in

કર્ણાટકમાં જીત બાદ બીજેપી નેતાનો કટાક્ષ ‘રાહુલ ગાંધીને પાર્ટીથી દુર રાખવા કોંગ્રેસ માટે મદદ સમાન’

Social Share

બેંગલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ જશ્નનો માહોલ છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને લઈને મજાકના મૂડમાં છે, બીજેપીના એક નેતાએ કર્ણાટકની ડીત બાદ રાહુલ ગાંઘી પર જોરદાર કટાક્ષ કર્યો છે જો કે આ કટાક્ષ ક્યાંક ને ક્યાંક સાચો પણ જોવા મળે છે.

જાણકારી પ્રમાણે ર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ આ કટાક્ષ કર્યો છએ તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા  એક ટેલિવિઝન ચેનલ પર તેમના લાઇવ નિવેદનો માટે ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે.

વાતજાણે એમ છે કે તેમણે રાહુલ ગાંઘીને પાર્ટીથી દૂર રાખવા તે કોંગ્રેસ માટે મદદ સમાન ગણાવ્યું છે આમ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે રાહુલને દૂર રાખવાથી લાગે છે કે કોંગ્રેસ હિમાચલથી કર્ણાટક સુધી કામ કરવા લાગી છે.

જો કે તેમણે ટ્વીટ પણ કર્યું છે અને લખ્યું છે કે, “વર્ષો પહેલા વિડંબના મૃત્યુ પામી જ્યારે રોબર્ટ વાડ્રાએ મીડિયા ચેનલોને એક્સક્લુઝિવ આપવાનું શરૂ કર્યું અને રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કોંગ્રેસની જીત સાથે મૂડીવાદીઓની હાર જાહેર કરી.”

જો કે માલવિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું તો કોંગ્રેસે રાજ્યમાં જીતનો શ્રેય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપ્યો. રાહુલનું સમર્થન કરતાં સિદ્ધારમૈયાએ કહ્યું- મને આશા છે કે રાહુલ ગાંધી દેશના પીએમ બની શકે છે.