Site icon Revoi.in

કોંગ્રેસના નેતાઓની ખરીદીથી ભાજપના પાયાના કાર્યકરોમાં નારાજગીઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેમજ એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસે ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓની ખરીદીને કારણે ભાજપમાં જ પાયાના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ 125થી વધારે બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવીને સત્તા બનાવશે.

કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ અમરેલીની મુલાકાત લીધી હતી. તેમજ કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીના પ્રવાસને લઈને ચર્ચા કરાઈ હતી. રાહુલ ગાંધી 22મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં જાહેરસભાને સંબોધે તેવી શકયતા છે.

દરમિયાન કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતીને સત્તા હાંસલ કરશે. તેમજ અમરેલી જિલ્લાની તમામ પાંચેય બેઠકો ઉપર કોંગ્રેસની જીત થશે. રાજ્યની પ્રજા કોંગ્રેસથી કંટાળી ગઈ છે ભાજપને જાકારો આપીને કોંગ્રેસને સત્તા અપાવશે.

વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર 1લી ડિસેમ્બરે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીમાં યુવા નેતાઓને ઉમેદવાર બનાવ્યાં છે. ભાજપ અને કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ઉમેદવારોની પસંદગીને લઈને બંને પક્ષોમાં અંદરખાને વિરોધ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.