Site icon Revoi.in

ભાજપનો 1989 વાળો માહોલ પુનરાવર્તિત કરવાનો પ્લાન: ત્યારે દેશભરમાંથી ઈંટો કરાય હતી એકઠી, હવે પ્રજ્વલિત થશે રામજ્યોત

Social Share

નવી દિલ્હી: ભાજપની રામમંદિરને લઈને દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ વાતનું પણ મંથન થયું કે કેવી રીતે રામલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન સફળ બનાવવામાં આવે અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો સુધી પહોંચ બનાવવામાં આવે. એટલું જ નહીં, ભાજપના સૂત્રોનું કહેવું છે કે રામમંદિરને લઈને પ્લાન 1989 વાળો માહોલ બનાવવાનો છે. ત્યારે રામમંદિરના શિલાન્યાસ માટે અભિયાન ચલાવાયું હતું. ઘરેઘરેથી ઈંટો લાવવાનું અભિયાન હતું અને બે લાખથી વધારે ઈંટો પહોંચી હતી. રામરથયાત્રા સિવાય આ પણ એક મિશન હતું, જેને ભાજપની ચૂંટણી સફળતા અને સંઘ પરિવારની સમાજમાં પહોંચનું કારણ માનવામાં આવે છે.

પાર્ટી સૂત્રોનું કહેવું છે કે હવે અહીં માહોલ રામજ્યોતિથી બનાવવાની કોશિશ થશે. પીએમ નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે પોતાની અયોધ્યા મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે 22 જાન્યુઆરીને તમામ લોકો દિવાળીની જેમ મનાવે અને પોતાના ઘરમાં રામજ્યોતિ પ્રજ્વલિત કરે. હવે ભાજપે પ્લાન બનાવ્યો છે કે 14થી 27 જાન્યુઆરી સુધી સ્થાનિક મંદિરોમાં કાર્યક્રમ કરવામાં આવે. ત્યાં સાફ-સફાઈમાં ભાજપના કાર્યકર્તાઓને પણ લાગવા માટે કહેવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે તે નાની-નાની ટોળીઓ બનાવીને સ્થાનિક સ્તરે અભિયાન ચલાવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટી રામ જ્યોતિથી રામમય માહોલ બનાવવા ચાહે છે. 22 જાન્યુઆરીએ લાખો દીવડાં એવી રીતે પ્રજ્જ્વલિત થશે, જેવું 1989માં લોકોએ અયોધ્યામાં રામમંદિર માટે ઈંટ આપ હતી. ઉલ્લેખનીય છે કે રામમંદિર નિર્માણમાં ત્યારે એકઠી કરાયેલી 2 લાખ ઈંટોને પણ સામેલ કરવામાં આવી છે. ભાજપે શિલાન્યાસવાળા અભિયાનને જોરશોરથી ચલાવ્યું હતું. પાર્ટીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકોને રામમંદિરના દર્શન કરાવવાનો પણ ટાર્ગેટ કાર્યકર્તાઓને આપ્યો છે. તેના માટે 25 જાન્યુઆરીથી 25 માર્ચ એટલે કે બે માસ સુધી અભિયાન ચાલશે.

આ દરમિયાન પ્રશાસનના લોકોએ પણ માન્યું છે કે દરરોજ લગભગ 50 હજાર લોકો 22 જાન્યુઆરી સુધી અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે. આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓને નેતૃત્વ તરફથી કહેવામાં આવ્યુ છે કે તેઓ લોકોને દર્શન કરાવે. યાત્રાઓમાં સહયોગ આપે. એટલું નહીં, આરએસએસના કાર્યકર્તા તો રામમંદિરમાં પૂજિત અક્ષત પણ ઘરેઘરે પહોંચાડી રહ્યા છે. આ અભિયાન 1થી 15 જાન્યુઆરી સુધી ચાલશે.