Site icon Revoi.in

કર્ણાટકમાં ચૂંટણીને લઈને બીજેપીની તૈયારી શરુ – બીપીએલ પરિવારને દર મહિને 2 હજાર રુપિયા આપવાની કરી જાહેરાત

Social Share

દિલ્હીઃ- દેશના ત્રણ રાજ્યોમાં વિધાવનસભા ચૂંટણીને લઈને બિગૂલ ફુંકાઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર પાર્ટીઓ એક્શનમાં આવી ચૂકી છે. ત્યારે કર્ણટાક રાજ્યમાં બીજેપી એક્શન મોડમાં જોવા મળી છે.ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બીજેપીએ પોતાનું પાસુ  ફેંક્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી વચનો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે હવે ભાજપે પણ ચૂંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે. કર્ણાટકની બોમાઈ સરકારે બીપીએલ પરિવારોને દર મહિને 2000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકના મહેસૂલ મંત્રી આર અશોકે આ બાબતે જાણકારી શેર કરી છે.

વધુ વિગત પ્રમાણે  રાજ્ય સરકારે ગરીબી રેખા નીચે જીવતા દરેક પરિવારને દર મહિને રૂ. 2000 આપવાનો નિર્ણય કર્યો છે. તેની જાહેરાત આગામી બજેટમાં પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ આ અંગે વધુ માહિતી આપશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસ સરકારે પણ આ પ્રકારની જાહેરાત કરી વચન આપ્યું છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોમવારે કર્ણાટકની મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પ્રિયંકા ગાંધીએ બેંગલુરુમાં એક કોન્ફરન્સમાં કર્ણાટકની મહિલાઓને વચન આપ્યું હતું કે ‘ગૃહલક્ષ્મી યોજના’ હેઠળ દરેક ગૃહિણીના ખાતામાં  વાર્ષિક 24,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.
આ સાથે જ આગામી ચૂંટણીને લઈને અનેક નેતાઓ સમગ્ર તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે આજ રોજ પ્રધાનમંત્રી મોદી કર્ણટાકની મુલાકાતે છે,ડાઆજે કર્ણાટકના યાદગીર અને કાલાબુર્ગી જિલ્લાના પ્રવાસે હશે અને આ દરમિયાન તેઓ રૂ. 10,800 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.આ પહેલા પણ તેઓ હુબલી આવી ચૂક્યા છએ એટલે એક વાત સાફ છે કે ગુજરાતના તર્જ પર હવે બીજેપીનું આગામી લક્ષ્ય કર્ણટાક છે.