Site icon Revoi.in

રાહુલ ગાંઘીને ઝટકો – ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતાની માનહાનિ કેસ બાબતે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી

Social Share

 

દિલ્હીઃ- આજરોજ 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની કોર્ટમાં માનહાનિ કેસ મામલે સુવાણ હતી જેમાં રાહુલ ગાંઘીએ માનહાનિ કેસમાં પોતાની સજા પર રોક લગાવવા મામલે અરજી કરી હતી જો કે હવે રાહુલ ગાંઘીને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી  છે.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક સાથે ટિપ્પણી કરવા બદલ અપરાધિક માનહાનિના કેસમાં દોષી કરાર કરવામાં આવ્યા હતા. તેમને બે વર્ષની સજા પણ કરવામાં આવી હતી જો કે આ સજા વિરુદ્ધ તેમણે કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટે ફગાવી છે.ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંઘીને જ્યારે કોર્ટ સજા ફટકારી હતી ત્યાર બાદ તેમણે સંસંદની સદસ્યતા પણ ખોવવાનો વારો આવ્યો હતો તેમણે પોતાનો સરકારી બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો. સુરત કોર્ટના આ નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

રાહુલ ગાંઘીનો આ કેસ ત્યારે બન્યો કે જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી જ કેમ  છે?’ જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટમાં એ કેસ ચાલ્યો હતો જેમાં રાહુલ ગાંઘીએ અપરાધી ઘોષિત કરાયો હતો અને સજા પણ સંભળાવવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી મોદી સરનેમ પર ટિપ્પણી કરવાનો આ કેસ ઘણો ચર્ચામાં રહ્યો છે જેને લઈને બીજેપી એ રાહુલ ગાંઘી પર અનેક વખત નિશાવ સાધ્યું હતું અને આકરા પ્રહાર કર્યા હતા ત્યારે હવે  ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર  રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે જેથી રાહુલ ગાંઘી સહીત કોંગ્રેસ પક્ષની ચિંતામાં વધારો થયો છે.