Site icon Revoi.in

અમેરિકામાં કોવિડ-19 રસીના બોગસ સર્ટિફેકેટ કૌભાંડનો પર્દાફાશઃ બે નર્સોની સંડોવણી ખુલ્લી

Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના સામેની લાંબી લડી રહ્યાં છે. તેમજ સમગ્ર દુનિયામાં હાલ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમેરિકામાં નકલી વેક્સિન સર્ટીફિકેટ કૌભાંડ સામે આવ્યું છે. ન્યૂયોર્કની બે નર્સોએ કોવિડ-19 રસી આપવાના નામે કૌભાંડ આચર્યું છે. બંને નર્સો ઉપર આરોપ છે કે, બંને નર્સો રસી આપ્યા વિના જ સર્ટિફિકેટ આપતી હતી. તેમજ લોકો પાસેથી સર્ટિફિકેટ આપવાના બહાને લોકો પાસેથી 11 કરોડ ઉધરાવ્યાં છે.

એક રિપોર્ટ અનુસાર આ બંને નર્સ અને એક રિસેપ્શિનિસ્ટની અટકાયત કરવામાં આવી છે. આ પ્રકરણની તપાસ કરનારા અધિકારીએ જણાવ્યું હતું કે, બોગસ સર્ટિફીકેટ રેકેટનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ લાખો નકલી વેક્સિન કાર્ડ ઈસ્યુ કર્યાં છે. જે અંગે સ્ટેટના ડેટાબેઝમાં ખોટી માહિતી આપી હતી. બંને નર્સની ઓળખ જુલિયા ડેવુઓનો (ઉ.વ. 49) અને મેરીસ્સા યુરાનો (ઉ.વ.40) તરીકે થઈ છે. ન્યયોર્કના ગવર્નર કેથી હોચુલએ ડિસેમ્બરમાં કોવિડ-19 રસીના બોગલ રેકોર્ડ મામલે સજાના કાનૂનને મંજૂરી આપી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પુખ્ત વયના લોકોના નકલી કાર્ડ બનાવવાના લગભગ 16 હજાર રૂપિયા વસુલતા હતા. જ્યારે બાળકોના બોગસ કોવિડ-19 રસી કાર્ડ બનાવવા માટે બંને નર્સ 6 હજારની વસુલાત કરવામાં આવતી હતી. ત્યાર બાદ ન્યૂયોર્ક સ્ટેટ ઈમ્યુનીઝેશન ઈન્ફોરમેશન સિસ્ટમમાં ખોટી એન્ટી કરતા હતા. પોલીસને જુલિયાના ઘરેથી 6.72 કરોડથી વધારે રોકડ મળી હતી. આ કૌભાંડ મારફતે નવેમ્બરથી અત્યાર સુધીમાં 11 કરોડથી રકમ ઉઘરાવવામાં આવી છે.