Site icon Revoi.in

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની મળી ધમકી 

Social Share

મુંબઈઃ- તાજેતરમાં જ પંજાબમાં મશહૂર સિંગર સુદ્ધુ મુૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ કેટલાક સેલિબ્રિટીઓની ,ુરક્ષામાં વધારો કરાયો છે આવી સ્થિતિ વચ્ચે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકી ભર્યો પત્ર મળ્યો છે.

જાણકારી પ્રમાણે બોલિવૂડના દબંગ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી અભિનેતાને એક પત્ર દ્વારા આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના પિતા સલીમ ખાન સવારે વોક માટે બહાર ગયા હતા. આ દરમિયાન જ્યારે તે થોડો આરામ કરવા બેંચ પર બેઠો હતા ત્યારે તેમને સલમાનના નામે ધમકીભર્યો પત્ર મળ્યો.

પિતાને મળેલા આ આ પત્રમાં અભિનેતાને ધમકી આપતા લખવામાં આવ્યું હતું કે સલમાન ખાની હાલત પણ મૂસેવાલા જેવી કરવામાં આવશે મળતી માહિતી મુજબ, સલીમ ખાનને આ પત્ર વિતેલા દિવસ રવિવારની સાંજે 7.30 થી 8.00 વાગ્યાની વચ્ચે મળ્યો હતો. હાલમાં આ પત્ર સામે આવ્યા બાદ બાંદ્રા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે પંજાબી ગાયક મૂસેવાલની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. રવિવારે સલમાન ખાન અને પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળતા પોલીસે તપાસ શરુ કરી છે કે આ પત્ર પાછળ કોણ જવાબદાર છે.