Site icon Revoi.in

બોલિવૂડ એક્ટર સોનું સુદનો નવો કોન્સેપ્ટ ‘ખુદ કમાવો ઘર ચલાવો’ – ઈ-રિક્ષા આપીને લોકોને આત્મનિર્ભર બનાવશે

Social Share

મુંબઈઃ-બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ હાલના સમયમાં લોકોનો ખુબ પસંદીદા અક્ટર બની રહ્યો છે કારણ કે કોરોના મહામારી દરમિયાન લાગેલા લોકડાઉનમાં તે અનેક લોકોની મદદે આવ્યો હતો, દેશની જનતા માટે અનેક સારા કાર્ય કરીને તેણે લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીઘું છે.

કોરોના કાળમાં તેણે અનેક મજુરોને તોપાના ઘરે મોકલ્યા હતા, અનેક લોકોની મદદ કરી હતી આ કાર્ય માટે તેને આંતરરાષ્ટ્રીય સમ્માન પણ મળ્યું છે.પ્રવાસી મજૂરોને રોજગારી અપાવા સાથે સાથે તેમના રહેવાની વ્યવસ્થા કરી આપવામાં અને તેમના બાળકોના શિક્ષણની જોગવાઈ કરી આપવાના વિવિધ કાર્યો પણ સોનૂ સૂદે હાથ ઘર્યા હતા.આ પરોપકારી કાર્યો માટે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યો છે.

ત્યારે હજુ પણ સોનૂ સૂદએ તેની સેવા અવિરતપણે ચાલુ જ રાખી છે જે હેઠળ હવે તે કોરોના કાળમાં જે લોકોએ નોકરી ગુમાવી છે તેવા જરૂરીયાતમંદોને ઇ-રિક્શા આપવાની યોજના બનાવી દીધી છે. આ માટે એક્ટર ખુદ કમાઓ ઘર ચલાવો.. નામનો એક નવો કોન્સેપ્ટ ચવાલ્યો છે .આ હેઠળ સાનૂ સૂદ હવે જરૂરીયાતમંદ યુવકોને ઇ-રિક્શા આપવાની યોજના બનાવી રહ્યો છે. આમ લોકોને આત્મ નિર્ભર બનાવવાની દિશામામં તેણે એક ડગ માડ્યું છે તેમ કહી શકાય.

આ સમગ્ર યોજના અંગે તેણે પોતાના ટ્વિટર એક ટ્વિટ પણ કરી છે. જે દ્વારા તેણે લોકોનેઆ યોજના સાથે જોડાયેલાં રહેવાની માહિતી આપી છે. “આવતી કાલનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આજે એક નાનું પગલું. એવાં લોકોને ઇ-રિક્ષા ઉપલબ્ધ કરાવવી, જેના થકી લોકો તેમના નાના બિઝનેસની શરૂઆત કરી શકે. લોકોને આત્મનિર્ભર બનવાની દિશામાં એક નાનો સહયોગ” ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં લોકોની મદદે આવીને તેમણે એક અલગ ઓળખ બનાવી છે.આજે તેઓ ગરીબોના મશિહા તરીકે ઓળખાતા થયા છે.

સાહિન-