Site icon Revoi.in

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો આજે જન્મદિવસ,ભારે સંઘર્ષ બાદ મેળવી ઓળખ  

Social Share

મુંબઈ:બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો આજે જન્મદિવસ છે.આજે તે પોતાનો 39 મો જન્મદિવસ ઉજવી રહી છે.કેટરિનાનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો.મૂળ બ્રિટિશ મોડલ અને અભિનેત્રીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘બૂમ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.જોતા-જોતા કેટરિનાની ફેન ફોલોઈંગ એટલી જબરદસ્ત થઈ ગઈ કે બોલિવૂડના દરેક ફેમસ ડિરેક્ટર-પ્રોડ્યુસર તેની સાથે કામ કરવા ઈચ્છે છે.

બોલિવૂડની સફળ અભિનેત્રી કેટરીના કૈફે પોતાની ઓળખ બનાવવા અને પોતાનું મજબૂત મેદાન તૈયાર કરવા સખત સંઘર્ષ કર્યો છે.સાત ભાઈ-બહેનવાળા ભરપૂર પરિવાર સાથે સંબંધ ધરાવતિ કેટરિના તેની માતાની ખૂબ નજીક છે.કેટરિનાએ 14 વર્ષની ઉંમરે પહેલીવાર મોડલિંગ કર્યું હતું.મૉડલિંગની દુનિયામાં ખળભળાટ મચાવ્યા પછી, જ્યારે તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે ટૂંક સમયમાં જ પોતાની સુંદરતાથી દર્શકોને દિવાના બનાવી દીધા.

કેટરિનાની ફિલ્મ ફોન ભૂત ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે.આ સિવાય તે ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને વિકી કૌશલ સાથે તેનું સુખી લગ્ન જીવન વિતાવી રહી છે.

 

Exit mobile version