Site icon Revoi.in

ફેન્સની આતુરતાનો અંત! રિલીઝ થયું ફિલ્મ 83નું દમદાર ટ્રેલર, રોમાંચક ક્ષણોથી છે ભરપૂર

Social Share

નવી દિલ્હી: મૂવિ ફેન્સ જે ફિલ્ની લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તેની આતુરતાનો અંત આવતા ફિલ્મનું ટ્રેલર લોંચ થઇ ચૂક્યું છે. જી હા, અમે વાત કરી રહ્યા છે વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ 83ની. આ ફિલ્મને કપિલ દેવની બાયોપિક પણ કહી શકાય છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં નજરે આવશે અને તેઓએ કપિલ દેવની આબેહૂબ નકલ કરી છે. વર્ષ 1983ની એ રોમાંચક અને ઐતિહાસિક ક્ષણોને તમે ટ્રેલર દરમિયાન અનુભવી શકો છો. જ્યારે ભારતે તેનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો.

ફિલ્મનું ટ્રેલર લોંચ થઇ ગયું છે. ટ્રેલર દમદાર છે. ટ્રેલરમાં રણવીર સિંહ કપિલ દેવના લૂકમાં આબેહૂબ લાગે છે. રણવીર સિંહના ફેન્સ તો ટ્રેલર જોઇને તેના વધુ દિવાના થયા છે. ફિલ્મમાં કપિલ દેવની પત્નીના રોલમાં દીપિકા પાદુકોણ છે. ફિલ્મનું ટ્રેલર પણ રોમાંચક અને દરેક ક્ષણે જુસ્સાથી ભરપુર છે.

ફિલ્મ ટ્રેલર તમને વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં લઇ જશે જ્યાં ઇતિહાસ રચાશે. આ ફિલ્મી પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમના દરેક પ્લેયર્સના સંઘર્ષ, નિરાશા, હાર-જીત, જુસ્સો, દેશપ્રેમ, દેશ માટેનું સમર્પણ એ દરેક વસ્તુઓ જોવા મળશે. સેલિબ્રિટી અને ફેન્સ તરફથી ફિલ્મના ટ્રેલરને પણ ઘાંસુ રિસપોન્સ મળી રહ્યો છે.

આ ફિલ્મમાં કપિલ દેવના લૂકમાં જોવા મળતા રણવીર સિંહને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પેટછૂટા વખાણ કરી રહ્યાં છે. મૂવિ થીયેટરોમાં આગામી 24 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ રહ્યું છે.

Exit mobile version