Site icon Revoi.in

શાહરૂખ ખાન હવે જોન અબ્રાહમની સાથે એક્શન ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે

Social Share

– શાહરૂખ અને જોન એક સાથે કામ કરતા નજરે પડશે
– ફિલ્મ પઠાણમાં શાહરૂખ અને જોન જોવા મળશે
– યશ રાજ ફિલ્મ્સ હેઠળ બનાવવામાં આવશે આ ફિલ્મ

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન લાંબા સમય પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન હવે જોન અબ્રાહમની સાથે એક્શન ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સ હેઠળ બનાવવામાં આવશે.

રીપોર્ટ મુજબ, ફિલ્મની ઘોષણા આવતા મહિને યશ રાજ ફિલ્મ્સની 50 મી વર્ષગાંઠ પર કરવામાં આવશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડાયરેકટ કરશે.

થોડા દિવસો પહેલા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ફરી એક સાથે કામ કરવાની રીપોર્ટ સામે આવી હતી. બંને આ ફિલ્મ માટે એક સાથે આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દીપિકાએ હજી પઠાણ ફિલ્મ સાઇન કરી નથી.

મેકર્સ આ સમયે ફિલ્મના પ્રી-પ્રોડક્શન કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ ભારત સાથે અન્ય ઘણા દેશોમાં કરવામાં આવશે. રીપોર્ટ મુજબ શાહરૂખ ખાન આવતા વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે, જ્યારે જ્હોન અબ્રાહમ તેની ફિલ્મ સત્યમેવ જયતે 2 ની શૂટિંગ બાદ માર્ચ મહિનામાં શાહરૂખ સાથે જોડાશે.

(દેવાંશી)