Site icon Revoi.in

બોલિવૂડ ક્વિન કંગના રનૌતે ફિલ્મ ‘તેજસ’ના શૂટિંગ વખતે યુપીના સીએમ યોગી સાથે કરી હતી મુલાકાતઃ સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો કર્યા શેર

Social Share

લખનૌઃ- બોલિવૂડઅભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અભિનેત્રી છે તે તેની બેબાક બોલવાની અદાને કારણે હંમેશા સમાચારોમાં બની રહે છે. કંગના એ તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી, જેના કેટલાક ફોટોઝ અને વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તે જ સમયે, કંગનાએ જણાવ્યું છે કે સીએમ યોગીએ તેમને એક ખાસ ભેટ પણ આપી છે.

કંગના એ હાલમાં જ કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે. કંગના એ ઇન્સ્ટાગ્રામ પર કુલ ત્રણ પોસ્ટ્સ શેર કરી છે. એક પોસ્ટ સાથે કંગનાએ કેપ્શનમાં લખ્યું, ‘ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જીને મળીને ખૂબ જ આનંદ થયો. તે ખૂબ જ નમ્ર અને પ્રેરણાદાયક વ્યક્તિ છે. આટલી નાની ઉંમરે આવા પ્રિય નેતા મેળવવા એ ખરેખર દેશના લોકો માટે એક લહાવો છે.

https://www.instagram.com/kanganaranaut/?utm_source=ig_embed&ig_rid=3495b3e8-f234-49a5-ba5d-8fd72976baa5

આ સાથે જ  બીજી પોસ્ટમાં, કંગના એ લખ્યું, ‘હું અમારી ફિલ્મ તેજસના શૂટિંગમાં સહકાર આપવા માટે ઉત્તર પ્રદેશ સરકારનો આભાર માનું છું અને માનનીય મુખ્યમંત્રીને તેમની આગામી ચૂંટણીઓ માટે શુભેચ્છા પાઠવું છું.’ કંગનાએ આગળ લખ્યું કે મેં ભાર મૂક્યો કે અમારી પાસે ઉત્તર પ્રદેશના તપસ્વી રાજા શ્રી રામચંદ્ર હતા અને હવે અમારી પાસે યોગી આદિત્યનાથ છે, તમારું શાસન ચાલુ રહે મહારાજજી.

https://www.instagram.com/kanganaranaut/?utm_source=ig_embed&ig_rid=602998a9-0c37-4216-b634-be8a23594f53

કંગનાએ વધુમાં જણાવ્યું કે સીએમ યોગીએ તેમને સિક્કો પણ ભેટમાં આપ્યો હતો જેનો ઉપયોગ રામ જન્મભૂમિ પૂજનમાં કરવામાં આવ્યો હતો.એક ત્રીજી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, કંગના એ કહ્યું કે તે રામ મંદિર પર અયોધ્યા ફિલ્મ બનાવી રહી છે.

https://www.instagram.com/kanganaranaut/?utm_source=ig_embed&ig_rid=8c6bbd6c-c1ee-4210-a8b2-d5bbb65ac4ea

ઉલ્લેખનીય છે કે કંગના એ ઉત્તર પ્રદેશ માટે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહેશે. બીજી બાજુ, જો આપણે કંગનાની ફિલ્મોની વાત કરીએ તો તે તાજેતરમાં થલાઇવીમાં જોવા મળી હતી. આ સિવાય તે ટૂંક સમયમાં ધક્કડ અને તેજસમાં જોવા મળશે