Site icon Revoi.in

બોલિવૂડ ક્વિન કંગના રનૌતની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ઈમરજન્સી’ નું ટીઝર રિલીઝ

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંઘી ઉપર બનનારી ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે ,આ ફિલ્મમાં કંગનાએ આબેહૂબ ઈન્દિરા ગાંઘીનો ગેટઅપ કર્યો છે એક સમયે કંગનાને જોતા ઓળખવી મુશ્કેલ બની છે.ત્યારે બોલિવૂડ ક્વિન કંગના રનૌતની આ મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ઈમરજન્સીનું આજરોજ ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

આજરોજ શનિવારેને 24 જૂને આ ફિલ્મના ટિઝરનું અનાવરણ કરાયું છે.આ સહીત ફિલ્મની  નવી રિલીઝ ડેટ પણ  જાહેર કરવામાં આવી છે . રાજકીય ડ્રામામાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનું ચિત્રણ કરતી બહુવિધ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી  તેમનો રોલ પ્છેલે કરતી જોવા મળી ,ફિલ્મમાં 1975 થી 1977 સુધીના 21 મહિનાના સમયગાળા દરમિયાન છે જ્યારે સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.તેની કહાનિ દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મ ઈમરજન્સીનું છિઝર શેર કરતા અભિનેત્રી કંગનાએ લખ્યું છે કે  , “રક્ષક કે સરમુખત્યાર? આપણા ઇતિહાસના સૌથી કાળા સમયના સાક્ષી થયા જ્યારે આપણા રાષ્ટ્રના નેતાએ તેના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી. #ઇમરજન્સી 24મી નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે”.

લગભગ 1 મિનિટ 12 સેકન્ડના આ ટીઝરને શેર કરતા કંગનાએ લખ્યું, “રક્ષક કે સરમુખત્યાર? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયના સાક્ષી બનીએ જ્યારે આપણા દેશના નેતાએ પોતાના જ દેશવાસીઓ સામે યુદ્ધની ઘોષણા કરે.
ઉલ્લેખનીય છે કે ફઇલ્મ ઈમરજન્સી આ વર્ષે 24 નવેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે.”  આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં પીઢ અભિનેતા અનુપમ ખેર પણ જોવા મળશે. ઈમરજન્સી આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છેઆ ફિલ્મનું નિર્દેશન કંગના રનૌત દ્વારા કરવામાં આવ્યું છે અને સ્ક્રિપ્ટ રિતેશ શાહ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું ટિઝર 1 મિનિટ અને 12 સેકન્ડનું છે જે રિલીઝ થતાની સાથે જ  સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યું છે.ટીઝરની શરૂઆત 25 જૂન, 1975ના રોજ લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવાથી થતી જોવા મળી છે, કારણ કે સમાચાર પત્ર ક્લિપિંગ્સ દર્શાવે છે કે ભારતમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ત્યાર બાદ ટિઝરમાં અનુપમ ખેરનું વિઝ્યુઅલ જોવા મળે છે., જેઓ રાજકીય નેતા જયપ્રકાશ નારાયણની ભૂમિકા ભજવે છે, જેલના સળિયા પાછળ, અને તેમનો અવાજ સંભળાય છે કે કેવી રીતે ભારતીય ઇતિહાસનો સૌથી કાળો સમય ‘રાષ્ટ્રના મૃત્યુ’ તરફ દોરી ગયો.