Site icon Revoi.in

બોલીવુડ સિંગર કૈલાશ ખેર ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળશે, પાર્ટીમાં જોડાવાંની અટકળ

Social Share

દિલ્હી : બોલીવુડ સિંગર કૈલાશ ખેર આજે સાંજે સાત વાગ્યે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરશે. આ બેઠક દિલ્હીના ભાજપના મુખ્યાલયમાં થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વની બની શકે છે. તેમજ એવી અટકળો છે કે કૈલાસ ખેર ભાજપમાં જોડાઇ શકે છે.

કૈલાસ ખેરે ‘તેરી દીવાની’ અને ‘અલ્લાહ કે બંદે’ જેવા હિટ ગીતો આપીને ફેન્સનું દિલ જીતી ચૂક્યા છે, પરંતુ આ પહેલા અભિનેતાને પણ ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. ઘણી વખત તો તેને આત્મહત્યાના વિચારો પણ આવ્યા છે.

કૈલાશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં મારી કારકિર્દી પહેલા જીવન ખૂબ જ મુશ્કેલ હતું.  હું મારી જાતને મારી નાખવા માંગતો હતો. મને લાગ્યું કે હું જીવી શકીશ નહીં કારણ કે હું નાની ઉંમરે મારા ઘરથી ભાગી ગયો હતો.  તેથી મુશ્કેલ સમયમાં આવા વિચારો મારા મગજમાં આવતા હતા.

જો કે, કૈલાશે સ્વીકાર્યું હતું કે તેનું જીવન સમાપ્ત કરવાનો વિચાર ખોટો હતો.  તેણે કહ્યું કે, તમે સર્વાઇવ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો.  ભગવાનની કૃપાથી, મે ભૂખ્યુ રહેવાનું સ્વીકાર્યું, પરંતુ ખોટો માર્ગ પસંદ કર્યો નહીં.  મેં મુંબઈ આવતાં પહેલાં વાસ્તવિક જીવન જોયું છે.

Exit mobile version