Site icon Revoi.in

બોટાદઃ ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 2438 કિલો જથ્થો જપ્ત કરાયો

Social Share

અમદાવાદઃ બોટાદ GIDC ખાતે મરચા પાવડરમાં ભેળસેળ કરતી પાઠક સ્પાઈસીસ ઇન્ડસ્ટ્રીઝમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં અધિકારીઓએ રેડ કરી હતી. રેડ દરમિયાન 5 લાખની કિંમતનો 2438 કિલો ભેળસેળ યુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

બોટાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી મળી હતી જે પ્રમાણે રેડ કરતા સ્થળ પર મરચા પાવડરનાં જથ્થા સાથે કોર્ન પાવડર અને Oleoresin paprika મળ્યો હતો. આ સામગ્રી મરચા પાવડરમાં ભેળશેળ કરીને વેચાણ થતું હોવાની પ્રબળ આશંકાનાં આધારે પેઢીના માલિક ભરતભાઈ દેગાની હાજરીમાં મરચા પાવડર, કોર્ન પાવડર અને Oleoresin paprikaના 3 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રૂ. 4.8 લાખની કિંમતનો આશરે 2438 કિલો શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં જપ્ત કરાયો છે. 

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, બોટાદ GIDC ખાતે મરચા પાવડરમાં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી પેઢી ખાતે તપાસ હાથ ધરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ  ભેળશેળયુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કર્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેમનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી  રહી છે. 

(PHOTO-FILE)