1. Home
  2. Tag "botad"

બોટાદઃ ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 2438 કિલો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદઃ બોટાદ GIDC ખાતે મરચા પાવડરમાં ભેળસેળ કરતી પાઠક સ્પાઈસીસ ઇન્ડસ્ટ્રીઝમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં અધિકારીઓએ રેડ કરી હતી. રેડ દરમિયાન 5 લાખની કિંમતનો 2438 કિલો ભેળસેળ યુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  બોટાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી મળી હતી જે પ્રમાણે રેડ કરતા સ્થળ પર મરચા પાવડરનાં જથ્થા સાથે કોર્ન […]

બોટાદના 78 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ. 306 કરોડના MOU કર્યાં

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બોટાદના નાનાજી દેશમુખ ઓડોટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે  ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ બોટાદ’ સમિટ યોજાઈ હતી.  આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, […]

બોટાદમાં જીએસટીના અધિકારીએ એક લાખની લાંચ માગી, 80,000 લીધા બાદ 20,000 લેતા પકડાયો

બોટાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં બોટાદના તાલુકા સેવા સદનની કચેરીમાં જ વેપારી પાસેથી લાંચ લેતા જીએસટીના અધિકારીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. જીએસટીના અધિકારી રિમલ ઠુમ્મરએ એક વેપારી પેઠીને જુની નોટિસની પતાવટ માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી. જેમાં વેપારી પેઢીએ 80,000 અગાઉ આપી દીધા હતા. ત્યારબાદ રૂપિયા 20,000 લેવા […]

બોટાદમાં રોજગારી આપતા એકમાત્ર હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હીરાઘસુઓની કફોડી સ્થિતિ

બોટાદઃ  સૌરાષ્ટ્રના તમામ શહેરોનો વિકાસ થયો છે. ત્યારે બોટાદ શહેરનો ઔદ્યોગિકરીતે કોઈ જ વિકાસ થયો નથી. બોટાદમાં કોઈ મોટો ઉદ્યોગ નથી કે રોજગારી આપી શકે, એટલે એક માત્ર હીરા ઉદ્યોગ જ છે. કે જિલ્લાના યુવાનો રોજગારી મેળવી શકે છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. શહેર અને જિલ્લામાં આવેલા હિરાના કેટલાય કારખાનાઓ […]

બોટાદ લઠ્ઠાકાંડઃ હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાનું વલણ અપનાવતા આરોપીએ અરજી પરત ખેંચી

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાંકાડમાં સર્જાયેલા પકડાયેલા આરોપી જયેશ ખાવડિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી દેવાનું વલણ અપનાવતા આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કેસની હકીકત અનુસાર બોટાદ જિલ્લાના બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 42થી વધારે વ્યક્તિના મોત થયાં હતા. પોલીસની તપાસમાં દારૂમાં કેમિકલ મિક્સ […]

આજે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:બોટાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન

રાજકોટ:ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે.આ સાથે ગુજરાતમાં પણ પ્રજાસતાક દિનની  ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કર્યું હતું. શહેરના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું […]

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અન્વયે રીવ્યૂ બેઠક યોજાઈ

અમદાવાદઃ આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવાની છે. ત્યારે જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે અનેક સમિતીઓની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે રીવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરએ આયોજન અન્વયે સંલગ્ન વિભાગો પાસેથી તૈયારીઓ વિશે તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી વ્યવસ્થા બાબતે અધિકારીશ્રીઓને ફરજની સોંપણી કરવામાં […]

લઠ્ઠાકાંડઃ બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની કરાઈ બદલી, બે ઉચ્ચ પોલીસ અધિકારી સસ્પેન્ડ

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 50થી વધારે લોકોના મોત થયાં હતા. જ્યારે હજુ અનેક લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ સમગ્ર પ્રકરણને લઈને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સરકાર દ્વારા જવાબદાર મનાતા પોલીસ કર્મચારીઓ સામે કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લઠ્ઠાકાંડને પગલે ગૃહવિભાગે […]

બોટાદ લઠ્ઠાકાંટઃ મુખ્ય આરોપીએ 600 લીટર કેમિકલની ચોરી કરીને બુટલેગરને આપ્યો હતો

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે પોલીસ વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ આ પ્રકરણમાં દારૂનું વેચાણ કરનારા બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. દરમિયાન આ પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર મનાતા આરોપી જયેશ ખાવડિયાની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ અન્ય આરોપી સંજયને 600 લિટર કેમિકલ આપ્યું હતુ. આ કેમિકલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને સંજયે તેના […]

ગુજરાતઃ વેરાવળ અને બોટાદ સહિત 8 જિલ્લામાં નવા ચેરીટી કચેરી ભવનનું નિર્માણ થશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 જિલ્લામાં નવા નિર્માણ થનારા ચેરિટી કચેરી ભવનોના ઇ-ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી કચેરી ભવનો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી આ આઠ ભવનોની ખાતમૂર્હત વિધિ વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કરી હતી. ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code