1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોટાદમાં જીએસટીના અધિકારીએ એક લાખની લાંચ માગી, 80,000 લીધા બાદ 20,000 લેતા પકડાયો
બોટાદમાં જીએસટીના અધિકારીએ એક લાખની લાંચ માગી, 80,000 લીધા બાદ 20,000 લેતા પકડાયો

બોટાદમાં જીએસટીના અધિકારીએ એક લાખની લાંચ માગી, 80,000 લીધા બાદ 20,000 લેતા પકડાયો

0
Social Share

બોટાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં બોટાદના તાલુકા સેવા સદનની કચેરીમાં જ વેપારી પાસેથી લાંચ લેતા જીએસટીના અધિકારીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. જીએસટીના અધિકારી રિમલ ઠુમ્મરએ એક વેપારી પેઠીને જુની નોટિસની પતાવટ માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી. જેમાં વેપારી પેઢીએ 80,000 અગાઉ આપી દીધા હતા. ત્યારબાદ રૂપિયા 20,000 લેવા માટે ઉઘરાણી કરવામાં આવતી હતી. આથી વેપારીએ એસીબીમાં ફરિયાદ કરી હતી, અને એસીબીએ છટકું ગોઠવીને જીએસટી અધિકારીને રંગેહાથ લાંચ લેતા ઝઢપી લીધો હતો.

બોટાદમાં જીએસટીનો અધિકારી લાંચ લેવા જતા છટકામાં ઝડપાઈ જવા પામ્યો છે. એસીબીની ટીમે વેપારીની ફરિયાદ આધારે છટકાનું આયોજન ગોઠવતા લાંચીયો અધિકારી ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો. આરોપી જીએસટી અધિકારી રીમલ ઠુમ્મરને ઝડપી લઈને તપાસ શરૂ કરી છે. બોટાદમાં  તાલુકા સેવા સદનની કચેરીને જ ભ્રષ્ટાચારની દુકાન બનાવી દીધી હોય એમ અધિકારીએ બિન્દાસ્ત બનીને કચેરીમાં લાંચ સ્વીકારી હતી. લાંચિયા અધિકારીએ એક લાખની માંગણી કરી હતી. જેમાંથી 80 હજાર રુપિયાની રકમ પહેલા જ લઈ લીધી હતી. જોકે વેપારીને લાંચને લઈ મનમાં ખટકતા એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ.

એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય વેરા અધિકારી તરીકે વર્ગ-2 માં ફરજ બજાવતો રિમલ જસવંતભાઈ ઠુમ્મરને લાંચ લેતા છટકામાં એસીબીએ ઝડપ્યો છે. વેપારીની શ્રી રામ એન્ટરપ્રાઈઝ પેઢીને વર્ષ 2020માં એક નોટીસ મળી હતી. ટ્રાન્જેક્શનને લઈ મળેલી નોટીસને લઈ કોઈ કાર્યવાહી નહીં કરવા માટે લાંચની રકમ વેરા અધિકારીએ માંગી હતી. આ માટે લાંચની રકમ એક લાખ રુપિયા માંગતા ફરિયાદી વેપારીએ 80 હજાર રુપિયા અગાઉ જ આપી દીધા હતા. આ માટે બાકીની રકમ 20 હજાર જેટલાની માંગણી થઈ હતી. જેને લઈ વેપારીએ આખરે એસીબીનો સંપર્ક કર્યો હતો. ભાવનગર એસીબીના વિભાગીય નિયામક બીએલ દેસાઈના સુપરવિઝન હેઠળ બોટાદ એસીબી પીઆઈ આરડી સગરે આ માટેનુ છટકુ ગોઠવ્યુ હતુ. આરોપી જીએસટી અધિકારી વેપારી પાસેથી બાકીની રકમ સંદર્ભે માંગણી કરતો હોવાને લઈ રકમ આપવા માટે અધિકારીએ તેને કચેરીમાં જ બોલાવ્યો હતો. આમ એસીબીએ બોટાદના તાલુકા સેવા સદન ખાતે જ છટકુ ગોઠવ્યુ હતુ. છટકા દરમિયાન આરોપી રિમલ ઠુમરે પંચના લોકોની હાજરીમાં જ લાંચ લેવા અંગેની હેતુલક્ષી વાત ચિતો કરી હતી અને બાદમાં લાંચની રકમને સ્વીકારતા જ રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ હવે તેના ઘર અને રહેણાકના સ્થળે પણ તપાસ શરુ કરી છે. તેમજ તેની મિલ્કતો સહિતની વિગતો પણ ચકાસવાની શરુઆત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code