1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા સુધારા વિધેયકોને મંજુરી અપાશે
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા સુધારા વિધેયકોને મંજુરી અપાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા સુધારા વિધેયકોને મંજુરી અપાશે

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજે બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે.સત્રના પ્રારંભ પહેલા મંગળવારે સાંજે વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનારી કામગીરીને બહાલી આપવામાં આવશે. વિધાનસભાનું સત્ર પેપરલેસ બનશે. ઈ-વિધાનસભાનું લોન્ચિંગ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે કરાશે,

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન વિધેયકો અને સરકારી કામકાજને બહાલી આપવામાં આવી હતી. આ સત્ર દરમિયાન જીએસટી સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન વિધેયક, ઓબીસી અનામત સંબંધી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ તમામ કામકાજની કેબિનેટ દ્વારા બહાલી આપી દેવામાં આવી છે. ત્યારબાદ મંગળવારે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રને લઈને ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભામાં સભ્યોને તારાંકિત કે અતારાંકિત પ્રશ્નોની બુક નહીં મળે, તેના બદલે પ્રશ્નો પૂછીને જવાબો મેળવવા પડશે. તેની ધારાસભ્યોને સમજણ આપવામાં આવી હતી.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સમીસાંજે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. રાજભવન ખાતે રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગાંધીનગરમાં રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ગાંધીનગરના તમામ પ્રવેશદ્વાર પર ખાસ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે. જેમાં ગાંધીનગરમાં પ્રવેશતા તમામ વાહનો સહિત લોકોની તપાસ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે બ્લુ બુક મુજબ તમામ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને રેન્જ દ્વારા આ સંબંધે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિની સુરક્ષા અને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code