આજે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:બોટાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન
રાજકોટ:ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે.આ સાથે ગુજરાતમાં પણ પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કર્યું હતું. શહેરના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્વિટ સંદેશ દ્વારા પણ નાગરિકોને પ્રજાસતાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌ નાગરિકોને 74માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા..!
આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. pic.twitter.com/2ytMwbL6gt
— CMO Gujarat (@CMOGuj) January 26, 2023
ઉલ્લેખનીય છે કે,બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં અનેક લોકોની હાજરી જોવા મળી હતી.આ ઉપરાંત પણ ઘણી જગ્યાએ પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.