ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ જશે, મહાકુંભમાં કરશે પવિત્ર સ્નાન
અમદાવાદઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં ભારત ઉપરાંત દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવવા આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજ જશે. મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ […]