Site icon Revoi.in

મોરબીમાં બ્રેઈન ડેડ કિશોરના અંગોનું પરિવારજનોએ કર્યું દાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેની અસર પણ લોકોના માનસ ઉપર પડી છે અને મોટી સંખ્યામાં અંગદાન કરવા માટે લોકો આગળ આવી રહ્યાં છે. દરમિયાન મોરબીમાં 14 વર્ષના બ્રેઈનડેડ કિશોરના અંગોનું પરિવારે દાન કરીને અનેક લોકોને નવી જીંદગી આપી છે. મોરબીની હોસ્પિટલમાં પ્રથમવાર અંગોનું મહાદાન થયાનું ચર્ચાય રહ્યું છે. અંગોને જે તે હોસ્પિટલ પહોંચાડવા માટે પોલીસ પણ આગળ આવી હતી, તેમજ ફેફસા અને લીવરને ઝડપથી અમદાવાદ પહોંચાડવા માટે પોલીસ તંત્ર દ્વારા ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના જીકડી ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ ગોપાલભાઈ ખાસા નામના ખેડૂતના 14વર્ષના પુત્ર શિવમને માથામાં અતિશય દુખાવાની ફરિયાદ ઉઠતા એક સપ્તાહ પહેલા સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતા. ડોકટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન શિવમને ન્યુરો સર્જન દ્વારા બ્રેનડેડ જાહેર કરાયા હતા જે બાદ શિવમના લીવર કીડની ફેફસા અને આંખો સહિતના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને સમજણ આપવામાં આવી હતી. સેવાભાવી એવા આહીર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેકજીવમાં જીવતો રાખવા માટે સહમતી આપી હતી. ફેફસા અને લીવરનું દાન અમદાવાદની હોસ્પિટલને કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ અંગે ઝડપથી અમદાવાદ પહોંચે તે માટે ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવ્યું હતો. તેમજ એમ્બ્યુલન્સને પાઈલોટિંગ પણ આપવામાં આવ્યું હતું.