Site icon Revoi.in

Breaking News દુબઈ એર શો દરમિયાન ભારતીય યુદ્ધ વિમાન તેજસ તૂટી પડ્યુંઃ જુઓ વીડિયો

Tejas crashes in Dubai air show
Social Share

દુબઈ, 21 નવેમ્બર, 2025ઃ  Breaking News Indian fighter jet Tejas crashes during Dubai Air Show દુબઈમાં યોજાઈ રહેલા એર શો દરમિયાન આજે શુક્રવારે ભારતીય યુદ્ધ વિમાન તેજસ તૂટી પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

ભારતીય હવાઈદળ IAF દ્વારા આ ઘટના બની હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, આઈએએફનું તેજસ દુબઈ એર શો-25 દરમિયાન તૂટી પડ્યું છે. વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

એરપોર્ટ નજીક વિમાન તૂટી પડ્યા બાદ મોટી આગ અને ધૂમાડો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે એર શો જોવા આવેલા મહિલાઓ અને બાળકો સહિત દર્શકોમાં ભય ફેલાઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં તેજસના પાયલટે જીવ ગુમાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતીય હવાઈદળના એક નિવેદન અનુસાર આ ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

તેજસ એ 4.5-જનરેશનનું ફાઇટર એરક્રાફ્ટ છે જે આક્રમક હવાઈ સપોર્ટ, ક્લોઝ કોમ્બેટ અને ગ્રાઉન્ડ એટેક મિશનને હેન્ડલ કરવા માટે રચાયેલું છે. વર્સેટિલિટી માટે બનાવવામાં આવેલું આ યુદ્ધ વિમાન ગ્રાઉન્ડ અને મેરીટાઇમ ઓપરેશન્સ કરવા માટે પણ સજ્જ છે. તેજસ વાયુસેના અને નૌકાદળ બંને માટે સિંગલ-સીટ ફાઇટર વેરિયન્ટ્સ, તેમજ દરેક સેવા માટે ટ્વીન-સીટ ટ્રેનર વર્ઝનનો સમાવેશ થાય છે.

HALની વેબસાઇટમાં આપવામાં આવેલી માહિતી મુજબ, આ યુદ્ધ વિમાન સૌથી અદ્યતન છે. તેને LCA Mk1A, લડાઇ ક્ષમતા અને ટકી રહેવાની ક્ષમતા વધારવા માટે નોંધપાત્ર અપગ્રેડ કરવામાં આવ્યું છે. તેમાં AESA રડાર, રડાર ચેતવણી અને સ્વ-સુરક્ષા જામિંગ સાથેનો એક અદ્યતન ઇલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ, ડિજિટલ મેપ જનરેટર, સ્માર્ટ મલ્ટિફંક્શન ડિસ્પ્લે, સંયુક્ત ઇન્ટરોગેટર અને ટ્રાન્સપોન્ડર સિસ્ટમ અને આધુનિક રેડિયો અલ્ટિમીટર, તેમજ ઘણી અન્ય અત્યાધુનિક સિસ્ટમ છે જે તેની ઓપરેશનલ કામગીરીને મજબૂત બનાવે છે.

વડનગરમાં શનિવારથી બે દિવસનો તાના-રીરી મહોત્સવ યોજાશે

Exit mobile version