Site icon Revoi.in

Breaking: એસટી બસના ભાડામાં 31મીની મધરાતથી વધારોઃ જાણો કેટલો વધારો થયો?

ST bus fares to increase picture by Alkesh Patel

ST bus fares to increase

Social Share

ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2025 – ST bus fares to increase ગુજરાતમાં એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજે મધ્યરાત્રિથી અર્થાત 31 ડિસેમ્બર, 2025ને રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે.

રાજ્ય પરિવહન નિગમ દ્વારા જારી અખબારી યાદી અનુસાર, એસટી બસોમાં ત્રણ ટકા અર્થાત એક રૂપિયાનો ભાડા વધારો કરવામાં આવ્યો છે.
આ યાદી અનુસાર લોકલ બસોમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો (દરરોજ અંદાજિત 10 લાખ મુસાફરો) 48 કિ.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં પ્રથમ નવ (9) કિ.મી. સુધીની મુસાફરી કરનાર મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ નહીં પડે. ત્યારબાદ 10 કિ.મી.થી 60 કિ.મી. સુધીના મુસાફરોને એક રૂપિયાનો નજીવો ભાડા વધારો લાગુ પડશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દરરોજ 8000થી વધુ બસો થકી 32 લાખથી વધુ કિ.મી.નું અંતર કાપીને 27 લાખ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે.
જીએસઆરટીસીની યાદીમાં જણાવ્યા અનુસાર આજે જે ત્રણ ભાડા વધારો કરવામાં આવ્યો છે તે સાવ નજીવો છે અને અન્ય રાજ્યો જેવાં કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરે કરતાં સરખામણીમાં ઓછો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જુઓ VIDEO: વંદે ભારત સ્લીપર ટ્રેનની 180 કિમી પ્રતિ કલાક ઝડપની ટ્રાયલ સફળ

Exit mobile version