Site icon Revoi.in

ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો ચિકિત્સાનો નોબલ, કોશિકાઓ પર સંશોધન માટે કરાયા સમ્માનિત

Social Share

આ વર્ષે નોબલ પુરસ્કારનું એલાન થયું છે. ફિજિયોલોજી અથવા મેડિસિનમાં સંશોધન માટે વિલિયમ જી. કેલિન જૂનિયર, સર પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેંજાને સંયુક્ત પણે નોબલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે.

તેમને કોશિકાઓના ઓક્સિજન ગ્રહણ કરવા પર કરવામાં આવેલા સંશોધન બદલ આ પુરસ્કાર આપવામાં આવશે.

મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર માટે સંયુક્તપણે 3 નામના એલાન કરતા ટ્વિટ કરવામાં આવ્યું છે.

નોબલ પુરસ્કાર મેળવ્યા બાદ સર પીટર જે. રેટક્લિફે આના પર ખુશી વ્યક્ત કરી છે. જે સમયે રેટક્લિફે નામનું એલાન કર્યું, તે સમયે તે ઈયૂ સિનર્જી ગ્રેંટ એપ્લિકેશન પર પોતાની ડેસ્ક પર કામ કરી રહ્યા હતા.