Site icon Revoi.in

બ્રિટનમાં 3 દિવસીય વિદેશ મંત્રીઓની જી-7 બેઠકનું આયોજનઃ- મંત્રી એસજયશંકર બેઠકમાં ભાગ લેવા લંડન માટે રવાના થશે

Social Share

દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકર આવતા અઠવાડિયે જી -7 વિદેશ મંત્રીઓની યોજાનારી બેઠકમાં ભાગ લેવા લંડન જવા માટે રવાના થશે. બ્રિટીશ સરકારે રવિવારના રોજ આ બાબતે કહ્યું હતું કે, તે સમય  દરમિયાન તેઓ બ્રિટિશ વિદેશ મંત્રી ડોમિનિક રાબ સાથે કોરોના સામેની લડત અંગે પણ વાતચીક કરશે.

વિદેશી,રાષ્ટ્રમંડલ અને વિકાસ કાર્યાલયે જણાવ્યું છે કે કોરોનાકાળમાં જી -7 ની આ પહેલી બેઠક હશે, જેમાં તમામ પ્રતિનિધિઓ રૂબરૂ હાજર રહેશે. આ જૂથમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન શામેલ છે. સેન્ટ્રલ લંડનના કોરોનાથી સલામત સ્થળ પર સોમવારથી બુધવાર સુધી મીટિંગ ચાલુ રહેશે

આ ઉપરાંત યુકેની વિદેશ નીતિના ભાગરૂપે જી -7 વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારત,ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને આસિયાન દેશોના રાષ્ટ્રપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જયશંકર બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસન સાથે કોવિડ પર ભારત સાથે નજીકથી કામ કરવાની પ્રતિબદ્ધતા સાથે ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના વધતા જતા સંકટને ધ્યાનમાં રાખીને બ્રિટને ભારત માટેની મદદની જાહેરાત કરી છે.ત્યારે કોરોના સંટકમાં આ જી 7 વિદેશ મંત્રીઓની બેઠક મહત્વપૂર્મ માનવામાં આવી રહી છએ, તે ઉપરાંત કોરોનાકાળમાં આ પ્રમ જી 7 બેઠક હશે કે જ્યા મંત્રીઓ રુબરુ હાજર રહશે