Site icon Revoi.in

અફઘાનમાં તાલિબાન શાસન બાદ બ્રિટને મોટા આતંકવાદી હુમલાની શકયતા વ્યક્ત કરી

Social Share

લંડનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બનતા અમેરિકા, બ્રિટન સહિત સમગ્ર દુનિયા ચિંતામાં મુકાઈ છે. આ સરકારથી 9/11 જેવા આતંકવાદી હુમલોનો પણ પેદા થઈ શકે છે. બ્રિટેનની ગુપ્ત એજન્સી એમઆઈ-5ના પ્રમુખ કેન મૈક્કલમએ દુનિયાને ચેતવણી આપી છે કે, અલકાયદા સ્ટાઈલમાં હુમલામાં વધારો થશે. અફઘાનિસ્તાન ઉપર તાલિબાની કબજો દુનિયાને એક નવા સંકટ તરફ ધકેલી રહ્યું છે. તાલિબાનના શાસનને કારમે આતંકવાદીઓનું મનોબળ વધ્યું છે અને એનો મતલબ છે કે, 9/11 જેવા આતંકી હુમલાનો ખતરો બન્યો છે.

IM-5ના પ્રમુખએ કહ્યું હતું કે, અપઘાનિસ્તાનમાં નોટો સૈનિકો પરત ફર્યા બાદ તાલિબાનના કબજાથી આતંકવાદીઓની હિંમત વધી છે. એટલે વધારે સતર્ક રહેવાની જરૂર છે. બ્રિટન પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ છેલ્લા ચાર વર્ષમાં 31 આતંકવાદી હુમલા નાકામ કર્યાં છે. અફઘાનિસ્તાનથી મોટી ચિંતા સામે આવી રહી છે આતંકીઓ કંઈક મોટુ કરવામાં પ્રેરિત થશે અને એક સુનિયોજિત કાવતરા સાથે 9/11 જેવા હુમલાને અંજામ આપી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, તાલિબાનની સત્તા આવતાની સાથે રાતોરાત કટ્ટરપંથીઓનું મનોબળ વધ્યું છે. એટલા માટે આપણે સતર્ક રહેવું જોઈએ. બ્રિટનના અધિકારીઓને છેલ્લા ચાર વર્ષમાં ઈસ્લામી અને ધુર દક્ષિણપંથી ચરમપંથીઓના હુમલા સંબંધી 21 કાવતરા નકામા કર્યાં છે. અમેરિકામાં 11મી સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા હુમલાના 20 વર્ષ બાદ બ્રિટન વધારે સુરક્ષિત છે કે ઓછુ સુરક્ષિત છે. તાલિબાનની સરકારમાં અનેક એવા ચહેરા સામેલ છે જેમણે દુનિયા ખુંખાર આતંકવાદીના રૂપમાં ઓળખે છે. અમેરિકાને પણ ચિંતા છે કે, આતંકવાદીઓ તેમની સામે કોઈ મોટુ કાવતરુ ઘડી શકે છે. યુએસ તજજ્ઞોએ આ સબંધમાં સરકારને તાકીદ કરી છે.