Site icon Revoi.in

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક શ્રદ્ધાજલિ આપી

Social Share

નવી દિલ્હીઃ  બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતાં. 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાલ સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં હતાં. અહીં જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌથી લાંબો સમય 70 વર્ષ સુધી બ્રિટનના ક્વીન રહ્યાં.

બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને લઈને ડૉક્ટર ચિંતિત હતા. તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ માહિતી બકિંગહામ પેલેસ દ્વારા આપવામાં આવી હતી.  ગુરુવારે બપોરે તેમની તબિયત ગંભીર થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ તેઓ ડોકટર્સની દેખરેખમાં સારવાર હેઠળ હતાં. તેમની તબિયત બગડ્યા બાદ ક્વીનના પૌત્ર પ્રિન્સ વિલિયમ પણ તેમની સાથે જ હતા.

મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું મોત 9 એપ્રિલ 2021નાં રોજ થયું હતું. હવે મહારાણી પણ નથી રહ્યાં. મહારાણીના ચાર બાળકો છે પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એને, એન્ડ્ર્યૂ અને એડવર્ડ છે જેનાથી તેમના આઠ પૌત્ર-પૌત્રી છે અને 12 ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. જ્યારે પ્રિન્સ વિલિયમ 40 વર્ષની ઉંમરે બ્રિટનના સિંહાસનના ઉત્તરાધિકારી બની ગયા છે. તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ હવે કિંગ બની ગયા છે.

શાહી પરિવારમાં મહારાણી એલિઝાબેથ-2ના નિધનથી શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ તમામ આધિકારિક કાર્યક્રમ રદ્દ કરાયા છે. અને શાહી મહેલો અને ઘરોમાં યુનિયન જેક અડધો ઝુકેલો રહેશે. આ ઉપરાંત બ્રિટનની તમામ બહારની પોસ્ટ અને સૈન્ય ઠેકાણાં પર પણ ઝંડો ઝુકેલો રહેશે.

બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વીટ કરી લખ્યું હતું કે, બર્મિંગહામ પેલેસના સમાચારથી આખો દેશ ચિંતિત થશે. યુનાઈટેડ કિંગડમના લોકો  મહારાણીના પરિવારની સાથે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલિઝાબેથ – IIના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે તેમના નિધનથી ઘણો જ આઘાત લાગ્યો છે. એલિઝાબેથ- IIને આપણાં સમયનાં એક દિગ્ગજ શાસક તરીકે યાદ કરવામાં આવશે. તેમને પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ આપ્યું. સાથે જ સાર્વજનિક જીવનમાં ગરિમા અને શાલીનતાથી લોકોએ શીખવું જોઈએ. આ દુઃખના સમયે મારી સંવેદનાઓ તેમના પરિવાર અને બ્રિટનના લોકોની સાથે છે.

PM મોદીએ ઉમેર્યું હતું કે,  હું 2015 અને 2018માં UKની યાત્રા દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળ્યો હતો. હું તેમના ઉમળકા અને દયાળુ સ્વભાવને ક્યારેય નહીં ભૂલું.