Site icon Revoi.in

અમેરિકા-પાકિસ્તાની વૈજ્ઞાનિકને મૂક્ત કરવાની માંગ કરનાર બ્રિટિશ નાગરિક ઠાર મરાયો 

Social Share

 

દિલ્હીઃ- અમેરિકાના ટેક્સાસમાં બ્રિટિશ નાગરિક દ્રારા કેટલાક યહૂદીઓને પૂજા સ્થળ પર બંધક બનાવવામાં આવ્યા હતા અને તે લોકોને છોડવા બદલ તેણે પાકિસ્તાની વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીને મૂક્ત કરવાની માંગણી કરી હતી,આ નાગરિકની ઓળખ બ્રિટિશના મલિક ફૈઝલ અકરમ તરીકે કરવામાં આવી છે જો કે, છેલ્લા કેટલાક કલાકોથી બંધકોને છોડાવવા માટે પોલીસ અથાગ પ્રયત્નો કરી રહી હતી ત્યારે સુરક્ષાદળો દ્રારા આ નાગરિકને ઠાર મરાયો હતો, અને દરેક લોકોને સહીસલામત છોડાવી દેવાયા હતા

આ સમગ્ર મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને તેને આતંકવાદી ઘટના ગણાવી છે. એફબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં અન્ય કોઈ સામેલ હોવાના સંકેત નથી. જોકે પોલીસ આફિયાના ભાઈની પૂછપરછ કરશે. અકરમને આતંકવાદી પ્રવૃત્તિના આરોપસર જેલમાં બંધ અફિયા સિદ્દીકીની મુક્તિની માંગણી કરતા સાંભળવામાં આવ્યો હતો, જેના પર અલ કાયદાના આતંકવાદી જૂથ સાથે સંબંધ હોવાની શંકા છે.

આ સાથે જ આ નાગરિકને ઠાર કરવાની બાબતે બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ એ જણાવ્યું હતું કે તે “ટેક્સાસમાં એક બ્રિટિશ નાગરિકના મૃત્યુથી વાકેફ છે અને સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે.”

એફબીઆઈ અને પોલીસ પ્રવક્તાએ એ કહેવાનો ઇનકાર કર્યો હતો કે અકરમને કઈ રીતે ઠાર કરાયો હતો એટલે કે તેણે પોતાને ગોળી મારી હતી કે સાના દ્રારા તેને ગોળી મારવામાં આવી હતી..ઉલ્લેખનીય છે કે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘટનાના લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન શંકાસ્પદને સિદ્દીકીની મુક્તિની માંગ કરતા સાંભળવામાં આવ્યો હતો. પાકિસ્તાની વૈજ્ઞાનિક અફિયા સિદ્દીકીને અમેરિકી સૈન્ય અધિકારીઓની હત્યાના પ્રયાસના આરોપમાં અફઘાનિસ્તાનમાં સજા ફટકારવામાં આવી છે.