Site icon Revoi.in

બ્રિટિશ પીએમ બોરિસ જૉનસન પહોચ્યા અમદાવાદ – ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત

Social Share

અમદાવાદઃ- આજરોજ 21 એપ્રિલના દિવસે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતની મુલાકાતે આવી પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ઢોલ નગારાના અવાજ સાથે તેઓનું ભવ્ય સ્વાગત ભારકત વતી કરવામાં આવ્યું છે.એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે હાજર રહ્યા હતા.આ સહીત અનેક નેતાઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બ્રિટિશ પીએમ ૨૦ થી ૨૪ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવે તેવી શકયતાઓ સેવાઈ હતી, આ સાથે જ બ્રિટીશ પીએમ જો઼નસન રાજ્યની એક યુનિવર્સિટી અને ફેક્ટરીની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ બિઝનેસ ગ્રુપના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ બ્રિટન અને ભારતના સમૃદ્ધ વેપાર, વેપાર અને લોકો-લોકોના સંબંધો અંગે ચર્ચા કરશે..

બોરિસ જોન્સન તેમની બે દિવસીય ભારત મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. બ્રિટિશ પીએમ માટે મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ, વાંસળી અને તાળીઓના ગડગડાટ સાથે તેમના કાફલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કારમાં બેઠેલા જ્હોન્સને ભીડનું અભિવાદન કર્યું હતું.

આજે ગુજરાતમાં બેઠક બાદ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સાંજે દિલ્હી જવા રવાના થશે. જ્યાં 22 એપ્રિલે તેઓ પીએમ મોદી સાથે ખાસ મુલાકાત કરશે,આ પ્રથમ વખત છે જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.