Site icon Revoi.in

બીએસપીએ પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ સાંસદ દાનિશ અલીને કર્યા સસ્પેન્ડ

Social Share

લખનૌઃ બહુજન સમાજ પાર્ટીએ અમરોહાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોવાનું જાણવા છે. પાર્ટીએ કહ્યું છે કે તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી છે. અમરોહાના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં વાંધાજનક ટીપ્પણી કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.  

બહુજન સમાજ પાર્ટીએ પોતાની તરફથી જારાયેલા કરાયેલા પત્રમાં લખ્યું છે કે, દાનિશ અલીને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે તમે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસનની વિરુદ્ધમાં હોય તેવું કોઈ નિવેદન કે કાર્યવાહી વગેરે ન કરો, પરંતુ આ પછી તેઓ સતત પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા છે.

બસપાએ પત્રમાં લખ્યા અનુસાર, 2018 સુધી દાનિશ અલી દેવેગૌડાની જનતા પાર્ટીના સભ્ય તરીકે કામ કરતા હતા અને કર્ણાટકમાં 2018ની સામાન્ય ચૂંટણી બહુજન સમાજ પાર્ટી અને જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને લડવામાં આવી હતી. આ ગઠબંધનમાં, દેવેગૌડાની વિનંતી પર, તમને અમરોહાથી બસપાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી અને આ ટિકિટ આપતા પહેલા દેવેગૌડાએ આશ્વાસન આપ્યું હતું કે ટિકિટ મળ્યા પછી, તમે હંમેશા બસપાની તમામ નીતિઓ અને સૂચનાઓનું પાલન કરશો. આ ખાતરી બાદ જ તમને બસપાની સદસ્યતા આપવામાં આવી અને અમરોહાથી ચૂંટણી લડ્યા અને જીત્યા પછી તમને લોકસભામાં મોકલવામાં આવ્યા હતું. પરંતુ તમે આપેલા આશ્વાસનને ભૂલીને તમે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં લાગી ગયા છો. તેથી હવે પક્ષના હિતમાં તમને બહુજન સમાજ પાર્ટીના સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.