Site icon Revoi.in

બુલંદશહેરઃ શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરી નોટિસ મળી !

Social Share

લખનૌઃ બુલંદશહેરમાં એક શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરીની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસના પગલે શ્રમજીવી પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો. યુવાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે અજાણ્યા શખ્સે યુવાનના દસ્તાવેજનો ઉપયોગ કરીને કંપની ઉભી કરી હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો. દરમિયાન યુવાને ઉચ્ચ પોલીસ અધિકારીને નોટિસ અંગે જાણકારી હતી. તેમજ કહ્યું હતું કે, થોડા સમય પહેલા એક વ્યક્તિએ શૈક્ષણિક દસ્તાવેજો લીધા હતા.

લખનૌઃ આવકવેરા વિભાગે બુલંદશહેરના એક મજૂરને 8.64 કરોડની રિકવરી નોટિસ મોકલી છે જે મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. નોટિસ મળ્યા બાદ મજૂરના હોશ ઉડી ગયા હતા, તેણે બુલંદશહર એસએસપીની ઓફિસનો દરવાજો ખટખટાવ્યો અને ન્યાયની આજીજી કરી છે. નોટિસ મળ્યા પછી, મજૂરને ખબર પડી કે તેના દસ્તાવેજોનો દુરુપયોગ થયો છે અને તેથી જ તેને આટલી મોટી રકની નોટિસ મળી છે. ગુલાવઠી વિસ્તારના બરાલ ગામમાં રહેતા અંકુર કુમારના દસ્તાવેજો પર કોઈ કંપની કાર્યરત હોવાનું કહેવાય છે, જ્યારે અંકુર ગામની આજુબાજુમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

એસએસપીને ફરિયાદ કરતા અંકુરે જણાવ્યું કે, તેણે વર્ષ 2017માં હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી હતી, અત્યારે તે મજૂરી કરીને પોતાના પરિવારનું ધ્યાન રાખે છે. વર્ષ 2019માં ગામના જ એક યુવકે તેના જીજાજી સાથે મુલાકાત કરાવી હતી. તેમણે  નોકરી અપાવવાના નામે અન્ય યુવક સાથે પરિચય કરાવ્યો હતો અને સર્ટિફિકેટ સહિતના શૈક્ષણિક દસ્તાવેજો આપવા જણાવ્યું હતું.

અંકુરે જણાવ્યું કે આરોપીએ તેની પાસેથી શૈક્ષણિક દસ્તાવેજો અને અન્ય પ્રમાણપત્રો લીધા, આ દરમિયાન તેને કેટલાક દસ્તાવેજો પર સહી પણ કરાવવામાં આવી હતી. પીડિત યુવકે જણાવ્યું કે બે દિવસ પછી તેના દસ્તાવેજો પરત આવ્યા પરંતુ તેને નોકરી ન મળી. જ્યારે હવે આવકવેરા વિભાગની નોટિસ મળી છે. યુવાનના દસ્તાવેજો પર એક બેંક ખાતું ખોલવામાં આવ્યું અને તેમાંથી 8.64 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું. યુવાને બુલંદશહેરના એસએસપી શ્લોક કુમારને ફરિયાદ કરી ન્યાયની વિનંતી કરી હતી. બીજી તરફ મામલાની ગંભીરતાને જોતા એસએસપીએ સીઓ સિકંદરાબાદ વિકાસ પ્રતાપ ચૌહાણને તપાસ સોંપી છે અને તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.