Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં બુલડોઝરની બોલબાલા, હવે લગ્નપ્રસંગ્રમાં નવદંપતિને રમકડાના બુલડોઝર ગીફ્ટમાં મળ્યાં

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર ફરીથી પરત ફર્યા બાદ ચારેય તરફ બુલડોઝરની ચર્ચાઓ વેગ પડક્યો છે. ચુંટણી બાદ ગેરકાયદે સંપતિ પર બુલડોઝર ચડાવાય છે. જેથી ઉત્તરપ્રદેશની જનતામાં બુલડોઝર ચર્ચાનો વિષય બની ગયું છે એટલું જ નહીં હવે લોકો ગીફ્ટમાં પણ રમકડાનું બુલ્ડોર આપે છે. લગ્ન પ્રસંગ્રમાં હવે લોકો નવદંપતિને આવા બાબા કુ બુલડોઝર ગીફ્ટ આપે છે.

સંગમ નગરી પ્રયાગરાજમાં ચૌરસિયા સમાજનો સમુહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં નવદંપતિને ગીફ્ટમાં બુલડોઝર સ્વરૂપમાં પ્લાસ્ટિકનું રમકડુ આપવામાં આવ્યું હતું. બાબા કા બુલડોઝર મેળવીને નવદંપતિએ ખુશી વ્યક્ત કરીને કોઈ ખોટુ કામ નહીં કરવાનો સંકલ્પ લીધો હતો. ચૌરસિયા સમાજના સમુહલગ્નમાં કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તાની પત્ની મેયર અભિલાષા ગુપ્તા નંદી અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો અને માફિયાઓ સામે યોગી સરકાર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બુલડોઝર પણ પ્રચારનું એક કેન્દ્ર રહ્યું હતું. યોગી સરકાર ફરીથી સત્તામાં આવતા તેની અસર પણ જોવા મળી રહી છે. લગ્નપ્રસંગમાં હવે લોકો ગીફ્ટમાં નવદંપતિને રમકડાનું બુલડોઝર આપે છે.

બાબા કા બુલડોઝર માફિયાઓની સામેની કાર્યવાહી બાદ એક પ્રતિક બની ગયું છે. એટલું જ નહીં તા. 10મી માર્ચના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતા ભાજપની જીત બાદ બુલડોઝરની રેલી પણ યોજાઈ હતી. આમ હવે ઉત્તરપ્રદેશમાં અસામાજીક તત્વોમાં બાબા કા બુલડોઝરનો ખોફ ફેલાયો છે. બીજી તરફ લોકોએ અસામાજીક તત્વો સામે પોલીસની કાર્યવાહીથી ખુશી વ્યક્ત કરી હતી.