Site icon Revoi.in

આણંદમાં બસ અકસ્માત, ડ્રાઈવરનો બસ પરથી કંટ્રોલ જતા બસ ઘરમાં ઘૂસી ગઈ

Social Share

અમદાવાદ:રાતના સમયે તથા સવારે વહેલા થતા અકસ્માતના કિસ્સાઓ તો આપણે અવાર નવાર સાંભળતા જ હોય છે. આવામાં હવે આણંદમાં એક બસનો અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ડ્રાઈવર દ્વારા બસ પરથી કાબૂ ગુમાવવામાં આવતા બસ ઘરમાં ઘૂસી ગઈ હતી અને તમામ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા.

જ્યારે આસપાસના રહીશોએ પણ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને બસ ડ્રાઈવરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લક્ઝરી બસમાં 35થી વધું પેસેન્જરને લઈને મુંબઈથી ભાવનગર જતી આ બસ અચાનક ઘરમાં ઘુસી જતા રહેણાંક વિસ્તારના નાગરિકો અને પેસેન્જરોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. તેને લઈ ડ્રાઈવર અને ગાડી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

સ્થાનિકોના જણાવ્યાં મુજબ દક્ષિણ ગુજરાત અને મુંબઈથી સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ખાનગી બસો ડાભાસી ખાતે આવેલા ટોલનાકાની રકમ બચાવવા આવી રીતે અંતરિયાળ ગામમાંથી પેસેન્જરોનો જીવ જોખમમાં મૂકી પસાર થાય છે. ડભાસી ટોલ નાકે રકમ ભરવી ન પડે તે માટે વહેરા, કાવીઠા ગામ થઈ પેટલાડના માણેજ તરફ નીકળે છે.

ઘટના અંગેની વધુ જાણકારી અનુસાર આણંદના બોરસદ તાલુકાના એક ગામમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં શુક્રવારે એક બેકાબૂ લક્ઝરી બસ અચાનક ઘરમાં ઘૂસી ગઈ હતી. મેહુલ ઈશ્વલભાઈ પટેલના ઘરમાં બસ ઘૂસતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આસપાસના રહીશો પહોંચીને હોબાળો મચાવ્યો હતો. અને ડ્રાઈવરને પકડી પાડ્યો હતો.