Site icon Revoi.in

લો બોલો, ટ્રેડરે કર્યો દાવો: તેના માતાને કારણે ગુમાવ્યા 3000 કરોડના બિટકોઇન

Social Share

નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની બોલબાલા છે અને એક બિટકોઇનની કિંમત 36 લાખથી પણ વધુ છે ત્યારે એક ક્રિપ્ટોકરન્સી રોકાણકારને તેની ક્રિપ્ટોકરન્સી ગુમાવવાનો વારો આવ્યો છે. એક બિટકોઇન ટ્રેડરે દાવો કર્યો છે કે, મેં મારી મમ્મીની ભૂલના કારણે 3000 કરોડ રૂપિયાના બિટકોઇન ગુમાવી દીધા છે.

આ ટ્રેડરે એવો દાવો કર્યો છે કે, મારી મમ્મીએ મારું તૂટેલું લેપટોપ ફેંકી દીધુ હતું અને તેમાં મારા 10000 બિટકોઇન સ્ટોર હતા. આ બિટકોઇન મેં માત્ર અખતરો કરવા માટે 2010માં ખરીદ્યા હતા. સોશિયલ મીડિયા સાઇટ રેડિટ પર આ યૂઝર્સે ગોપનીયતાની શરતે લખ્યું હતું કે, મને બિટકોઇન ખરીદવાની સલાહ મારા મિત્રોએ આપી હતી અને તે વખતે તેની કિંમત માત્ર 80 ડોલર જ હતી.

ટ્રેડરે વધુમાં ઉમેર્યું હતું કે, તે સ્નાતક પૂર્ણ કર્યા બાદ તેની કારકિર્દી ઘડવામાં વ્યસ્ત થઇ ચૂક્યો હતો અને બિટકોઇન અંગે ભૂલી પણ ગયો હતો. વર્ષો બાદ જ્યારે બિટકોઇન વિશે ચર્ચા થઇ ત્યારે યાદ આવ્યું કે, મેં કેટલાક બિટકોઇન ખરીદ્યા હતા. જો કે ઘરે જોઇને મેં મારું જૂનું લેપટોપ શોધવાનો પ્રયાસ કર્યો તો ના મળ્યું. મારી માતાએ એ લેપટોપ ભંગાર સમજીને ફેંકી દીધુ હતું. આ વાત વિશે જ્યારે મને જાણ થઇ ત્યારે હું લગભગ બેભાઇ જ થઇ ચૂક્યો હતો.

અહીંયા તેની આડઅસર એ થઇ છે કે આ ટ્રેડર અત્યારે બિટકોઇન ગુમાવ્યા બાદ ડિપ્રેશનમાં સરી પડ્યો છે અને માનસિક રીતે પણ ભાંગી ચૂક્યો છે. હાલમાં તે માતા પિતા સાથે રહે છે અને નોકરી કરે છે.