Site icon Revoi.in

સરકાર માટે ખુશખબર, સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં થયો વધારો

Social Share

નવી દિલ્હી: ઑક્ટોબરની શરૂઆતમાં જ એક ખુશખબર છે. ઑગસ્ટ મહિનાની તુલનામાં સપ્ટેમ્બરમાં સરકારની ટેક્સની આવક વધી છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઑગસ્ટમાં જે કલેક્શન 1.12 લાખ કરોડ હતું તે સપ્ટેમ્બરમાં વધીને 1.17 લાખ કરોડ થયું છે.

 

ભારત સરકાર અનુસાર, સપ્ટેમ્બર 2020ના જીએસટી કલેક્શનની તુલનામાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ મહિને કલેક્શન વધીને 1,17,000 લાખ કરોડ પર પહોંચ્યું છે. નિષ્ણાતો અનુસાર, જીએસટી કલેક્શનમાં સતત વધારો એ સરકાર અને દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર છે.

 

ઓગસ્ટ 2021 માં જીએસટી કલેક્શન 1,12,020 કરોડ હતું, જ્યારે ઓગસ્ટ 2020 માં તે 86,449 કરોડ જેટલુ હતુ.ઉપરાંત જુલાઈ 2021 માં આ ક્લેકશન 1.16 લાખ કરોડ, જ્યારે જુલાઈ –2020 માં 87,422 કરોડ રૂપિયા હતું.જુન 2021ની વાત કરવામાં આવે તો આ મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયા એટલે કે 92,849 કરોડ રૂપિયાથી પણ ઓછું હતું.

 

નાણા મંત્રાલય અનુસાર, સપ્ટેમ્બર 2021માં જમ્મૂ અને કાશ્મીરમાં જીએસટીની આવક 377 કરોડ રૂપિયા થઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં 368 કરોડ રૂપિયા હતા. આ રીતે, તેમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 680 કરોડ રૂપિયા રહ્યું છે. ગત વર્ષની તુલનાએ તેમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે.