Site icon Revoi.in

પાકિસ્તાનના ખસ્તાહાલ, IMFએ પણ લોન આપવાની ઘસીને ના પાડી દીધી

Social Share

નવી દિલ્હી: દેવામાં ડૂબેલા અને સતત લોન લઇને દેશ ચલાવી રહેલા કંગાળ પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વધુ એક ઝટકો આપ્યો છે.

કંગાળ પાકિસ્તાનને દેશને ચલાવવા માટે IMF પાસેથી 1 અબજ ડૉલરની લોન માંગી હતી. જો કે IMFએ લોન આપવાનો ઇનકાર કરી દીધો છે. IMFને મનાવવા માટે ઇમરાન સરકારે દેશમાં વીજળી, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે પરંતુ તેનાથી IMF સંતુષ્ટ નથી.

અગાઉ પાકિસ્તાનની આજીજી બાદ IMFએ પાકિસ્તાનના અર્થતંત્રને બચાવવા માટે 6 અબજ ડૉલરની લોન આપી હતી અને તેનો પહેલો હપ્તો એક અબજ ડોલર સ્વરૂપે મળવાનો હતો. જો કે પાકિસ્તાન અને IMF વચ્ચે આ મુદ્દે અસમહતિ સધાઇ છે.

બીજી તરફ IMFને લોન માટે મનાવવા માટે પાકિસ્તાનના નાણા સચિવે વોશિંગ્ટનમાં ધામા નાખ્યા છે પણ કોઇ પરિણામ નથી મળી રહ્યું. પાકિસ્તાને પેટ્રોલ અને ડિઝલના ભાવમા 10 અને 12 રૂપિયાનો વધારો કર્યો છે. વીજળીના રેટ પણ પ્રતિ યુનિટ 1.39 રૂપિયા વધારાય છે.

નોંધનીય છે કે, હાલમાં પાકિસ્તાની પર માથાદીઠ દેવું 1.75 લાખ રૂપિયાનું છે. ઇમરાન ખાન સરકારનું યોગદાન 54000 રૂપિયાનું છે.