Site icon Revoi.in

દેશમાં માંગ વધતા નવેમ્બરમાં ક્રૂડ ઓઇલની આયાત 10 મહિનાની ટોચે

Social Share

નવી દિલ્હી: દેશમાં ક્રૂડ ઓઇલની આયાત વધી છે. નવેમ્બર મહિનામાં ક્રૂડ ઓઇલની આયાત 183.7 લાખ ટન નોંધાઇ છે. જે વાર્ષિક તુલનાએ અડધા ટકા અને માસિક તુલનાએ 7.5 ટકાની વૃદ્વિ સાથે છેલ્લા 10 મહિનામાં વધારે છે.

દેશમાં સતત વધી રહેલી માંગને પૂરી કરવા માટે રિફાઇનરીઓ સ્ટોક વધારવા માટે વધુ આયાત કરી રહી છે. આપને જણાવી દઇએ કે સમગ્ર વિશ્વમાં ભારત ક્રૂડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે.

દેશમાં ક્રૂડ ઓઇલની પ્રોસેસિંગ ફેબ્રુઆરી 2020 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચવા સાથે પ્રમાણમાં ઊંચી આયાતને અનુરૂપ છે તેમજ આ દરમિયાન રિફાઇનરીઓ માંગમાં સ્થિર વૃદ્ધિની આશાએ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત હતા. ક્રૂડની આયાતમાં વધારો થયો છે કારણ કે ચોથા ક્વાર્ટરમાં વધુ માંગની અપેક્ષાએ રિફાઇનરીઓએ તેમનું રિફાઇનિંગ કામકાજ વધાર્યુ છે.

બીજી તરફ દક્ષિણ ભારતમાં આવેલા પૂર અને ઓમિક્રોનને કારણે માંગમાં રિકવરી ધીમી પડી છે કે કેમ તે હજી જોવાનું બાકી છે. આ બાબત ઓઇલના ભાવ પર પણ નિર્ભર કરે છે. જો ભાવ હાલના સ્તરે રહે અથવા ઘટે તો માંગમાં રિકવરી ચાલુ રહેશે.

નોંધનીય છે કે, ભારતની ક્રૂડ ઓઇલની કુલ આયાતમાં ખાડી દેશોનો હિસ્સો નવેમ્બરમાં 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.