Site icon Revoi.in

ભારતીય અર્થતંત્ર 2021-22માં 9.5 ટકાના દરે વૃદ્વિ પામવાનો UBSનો અંદાજ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે વિશ્વના મોટા ભાગની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો હતો અને તેને કારણે 2020-21માં ભારતીય અર્થતંત્રમાં પણ 7.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે કોરોના મહામારીની અસર ઓછી થતા હવે અર્થતંત્રમાં વેગ જોવા મળી રહ્યો છે અને 2021-22માં ભારતીય અર્થતંત્ર 9.5 ટકાના દરે વૃદ્વિ પામશે.

સ્વીસ બ્રોકરેજ કંપની UBS સિક્યોરિટીઝ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને માંગમાં થયેલા સુધારા તેમજ રસીકરણમાં વેગને કારણે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ભાગ દરમિયાન અર્થતંત્રમાં વધુ તેજી જોવા મળી શકે છે.

બજેટમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રમાં 10.5 ટકા વૃદ્વિનો અંદાજ મૂક્યો છે. જો કે તાજેતરમાં RBIએ તેના વિકાસનું અનુમાન ઘટાડીને 9.5 ટકા કર્યું છે.

કોરના મહામારીની અસરો બાદ આર્થિક ગતિવિધિઓ વધવાને કારણે જીડીપીમાં પણ ઝડપી સુધારાન સંકેત છે પરંતુ, ફરી 2022-23માં વૃદ્વિ દર ઘટીને 7.7 ટકા રહેવાનો અંદાજ છે.

સપ્ટેમ્બર 2021માં દેશની એન્જિનિયરિંગ ચીજવસ્તુઓની નિકાસ 9 અબજ ડોલર (રૂ. 67.6 હજાર કરોડ)ને વટાવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન ચીન, યુકે અને યુએઈ જેવા ટોપ-25 નિકાસ સ્થળોમાંથી 22 દેશોમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી.

મહત્વનું છે કે, કુલ નિકાસમાં એન્જિનિયરિંગ ગુડ્સનો હિસ્સો 26.65 ટકા હતો.