Site icon Revoi.in

વર્ષ 2020-21 માટે અત્યાર સુધી 3.7 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન થયા ફાઇલ, 31 ડિસેમ્બર સુધી ભરો IT રિટર્ન અન્યથા થશે દંડ

Social Share

નવી દિલ્હી: આ વર્ષે પણ મોટા પ્રમાણમાં IT રિટર્ન ભરાયા છે. નાણાકીય વર્ષ 2020-21ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3.7 કરોડ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

17 ડિસેમ્બર, 2021 સુધી મૂલ્યાંકન વર્ષ 2021-22 માટે 3,71,74,810 કરોડથી વધુ ITR ફાઇલ કરાયા છે. આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટેલે ફાઇલ કર્યા છે. નાણા મંત્રાલયે એક ટ્વીટના માધ્યમથી આ જાણકારી આપી હતી.

તેમાં ITR1 (2.12 કરોડ ), ITR2 (31.04 લાખ), ITR3 (35.45 લાખ), ITR4 (87.66 લાખ), ITR5 (3.38 લાખ), ITR6 (1.45 લાખ) અને ITR7 (0.25 લાખ)નો સમાવેશ થાય છે.

બીજી તરફ જો તમારે પણ તમારું રિટર્ન ફાઇલ કરવાનું બાકી હોય તો તમારે 31 ડિસેમ્બર પહેલા તે ભરી દેવું જોઇએ અન્યથા 10,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જે કરદાતાઓની આવક 5 લાખ રૂપિયાથી વધુ નથી, તેમણે લેટ ફી તરીકે માત્ર 1 હજાર રૂપિયા ચૂકવવાના રહેશે. આવા લોકોને દંડ ઉપરાંત અનેક પ્રકારની ઇન્કમ ટેક્સ રાહત મળી શકતી નથી.