Site icon Revoi.in

દેશમાં 5.47 લાખ કરોડની 2 હજાર રૂપિયાની નોટ ચલણમાં

Social Share

– વર્ષ 2016માં નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી
– ત્યારબાદ મોટા પાયે 2000 રૂપિયાની ચલણી નોટ ચલણમાં આવી હતી
– માર્ચ 2020 સુધી 2000 રુપિયાની કિંમતની 5.47 લાખ કરોડ નોટ ચલણમાં હતી

વર્ષ 2016માં નોટબંધી લાદવામાં આવી હતી અને ત્યારબાદ દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટો ચલણમાં આવી હતી. 500 અને 1000ની નોટોનું ચલણ બંધ કરીને તેના સ્થાને 2000ની નોટ ચલણમાં લાવવામાં આવી હતી. લોકો રદ થયેલી 500 અને 1000ની ચલણી નોટ્સને બદલવા માટે લાઇનમાં ઉભા રહેતા હતા. દેશમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ બાદ 2000 રૂપિયાની ચલણી નોટ કેમ બહાર પાડવામાં આવી હતી તેની પણ ચર્ચા શરૂ થઇ હતી.

સરકારે ૨૦૦૦ અને ૫૦૦ની નવી ચલણી નોટનો ઉપયોગ અર્થ વ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે માર્ચ ૨૦૧૭ના અંત સુધી પ્રચલનમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં ૨૦ ટકા નોટો ઓછી થઇ હતી. ૨૦૦૦ની નોટોનો ઉપયોગ મની લોન્ડ્રિગ અને ટેકસ ચોરી માટે કરવામાં આવતો હતો. આથી સરકારે ૨૦૧૮-૧૯ની બીજા છ માસ દરમિયાન ૨૦૦૦ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું હતું.

૨૦૧૯-૨૦ના વર્ષમાં કોઇ નવી નોટ પ્રિન્ટ કરવામાં આવી ન હતી જે આરબીઆઇના રિપોર્ટમાં પણ જણાવાયું હતું. એપ્રિલ ૨૦૧૮માં ભારતમાં મોટા પાયા પર રોકડ રકમની તંગી જોવા મળતી હતી. સરકાર અને બેંકરોએ એ સમયે ૨૦૦૦ની નોટની સંગ્રાહખોરીને જવાબદાર ઠરાવી હતી. છેવટે ૨૦૦૦ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવતા આ ગુલાબી નોટનું ચલણ ઓછું થયું હતું.

આરબીઆઇના આંકડા અનુસાર માર્ચ ૨૦૨૦ સુધી ૨૦૦૦ રુપિયાની કિંમતની ૫.૪૭ લાખ કરોડ નોટ ચલણમાં હતી જે માર્ચ ૨૦૧૯માં ૬.૫૮ લાખ કરોડ અને ૨૦૧૮માં ૬.૭૨ લાખ કરોડની સરખામણીમાં ઓછી હતી.૨૦૦૦ના સ્થાને અથવા ૧૦૦૦ રુપિયાની નવી ચલણી નોટ બહાર પાડવાની ઘણા સમયથી માંગણી થાય છે પરંતુ નોટબંધી પછી હજુ સુધી બહાર પડી નથી.

(સંકેત)